શારાપોવા અને કર્બરનો ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ

મેલબોર્ન, તા.૧૬
પૂર્વ ચેમ્પિયન મારિયા શારાપોવા અને કર્બર ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો પણ કેનેડાના મિલોસ રાઓનિચ હારી બહાર થઈ ગયો. મેલબોર્નમાં વધતા તાપમાન વચ્ચે બંને ગ્રાન્ડસ્લેમ વિજેતાઓએ કોર્ટ પર બિલકુલ સમય ગુમાવ્યો નહીં. ડોપિંગના કારણે ૧પ મહિનાના પ્રતિબંધનો સામનો કરનારી શારાપોવા પોતાના જૂના ફોર્મમાં દેખાઈ. અહિંયા ર૦૦૮માં ટાઈટલ જીતી ચૂકેલી શારાપોવાએ જર્મનીની તતયાના મારિયાને ૬-૧, ૬-૪થી પરાજય આપ્યો. વિશ્વની પૂર્વ નંબર વન ખેલાડી કર્બરે અન્ના લીનાને ૬-૦, ૬-૪થી પરાજય આપ્યો. પુરૂષ વર્ગમાં ઓકલેન્ડ ક્લાસિક ચેમ્પિયન ફર્નાડો વર્ડાસ્કો બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. જેણે ર૦માં ક્રમાંકના બાતિસ્તા એગુટને હરાવ્યો. રાઓનિચને ૮૬મા ક્રમાંકના સ્લોવાકિયાના લુકાસ લૈકોએ ચાર સેટોમાં હરાવ્યો. મહિલા વર્ગમાં છઠ્ઠા ક્રમાંકની કેરોલિના પ્લિસકોવા અને આઠમા ક્રમાંકની કેરોલિના ગાર્શિયા પણ આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks