(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧ર
વલસાડ જિલ્લા કલેકટર અને શિક્ષણાધિકારીએ પણ શાળા સંચાલકોની મનમાની સામે ખુબ જ કડક સૂચનાઓ આપીને વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં મદદરૂપ થયા હતા અને વાલીઓની પરેશાની દૂર કરી હતી.
છતાં પણ કેટલીક શાળાના સંચાલકોએ કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનો અમલ નહોતાં કરતાં પરંતુ તેઓએ મજબૂરીથી પણ સરકારી નિયમ, આદેશ મુજબ હોલ ટીકીટ આપવી પડી હતી.
એવો કિસ્સો ઊમરગામ તાલુકામાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળ શાળાનો બનેલ છે. જેમાં અભ્યાસ કરતા ધોરણ-૧૨માં મોહમ્મદહામીદ રફીયુદીન શેખને હોલ ટિકિટ ના આપતા તેઓએ કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને તા.૭ માર્ચના રોજ ફરિયાદ કરેલ અને જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને ફોન ઉપર હોલ ટીકીટ વાલીને આપવાનુ જણાવ્યું હતું. આજરોજ તારીખ ૧૨ સોમવારના રોજ પરીક્ષા ચાલુ થવાના પહેલાની સ્વામિનારાયણ ગુરૂકુળ ભીલાડના સંચાલક તેઓએ હોલ ટીકીટ પણ નહોતીઆપી. તેથી વાલી પરેશાન થયો હતો. જે શાળા સંચાલકોની વાલીઓને પરેશાન કરવાની અને વિદ્યાર્થીઓ માનસિક રીતે હેરાન થાય તેવી હેરાનગતી ચાલુ હતી. આજરોજ વાલી પોતાના પુત્ર સાથે પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા કરીને સ્વામિનારાયણ શાળામાં ગયા અને હોલ ટીકીટ માગી અને સ્વામિનારાયણ શાળાના સંચાલકોએ આજરોજ પરીક્ષા ચાલુ થવાનાં સોમવારના દિવસે તેઓને હોલ ટિકિટ આપી છે. તે સાબિત થાય છે કે શાળા સંચાલકોને બાળકોના ભવિષ્યની ચિંતા નથી.
વાલી રફીયુદીન શેખે પોતાના પુત્રને હોલટીકીટ અપાવીને તેને પરીક્ષા આપીને તેના ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થનાર વલસાડ કલેકટર શ્રી સી. આર.ખરસાણ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ, એન.સી.પી. માયનોરીટી વલસાડ જીલ્લા પ્રમુખ અબ્દુલમલિક શેખ, હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી તથા અગ્રણીઓનો આભાર માન્યો છે.