(એજન્સી) તા.રર
જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પર કેટલાક કટ્ટરવાદી જૂથો ખાસ કરીને કરણીસેના દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ દ્વારા આ મુદ્દા પર ચૂપકિદી સાધવામાં આવી હતી. બોલીવૂડમાં સંપની અછતને તેની કાયરતા તરીકે ગણવામાં આવી હતી. કેટલાક લેખોમાં બોલીવૂડના સભ્યોની વિભાજનવાદી પ્રકૃતિ વિશે પણ વાત કરવામાં આવી હતી.
સોમવારની સાંજે મુંબઈ સ્થિત બી.કે.સી.ના એમ.એમ.આર.ડી.એ. મેદાનમાં આયોજિત મેગ્નેટિક મહારાષ્ટ્ર કાર્યક્રમમાં શાહરૂખખાન હાજર રહ્યા હતા. ત્યાં તેમણે અર્નબ ગોસ્વામી, પ્રોડ્યુસર રિતેશ સિધવાની, એમેઝોન પ્રાઈમ વીડિયો ભારતના વડા વિજય સુબ્રમણ્યમ, વાયાકોમ ગ્રુપના હેડ સુધાંશુ વત્સ અને લોકમતના સંપાદકીય એમ.ડી. રીશી દારદા સાથે ચર્ચા કરી હતી.
જ્યારે પદ્માવત વિશે ફિલ્મ ઉદ્યોગની પ્રતિક્રિયાનો પ્રશ્ન આવ્યો ત્યારે શાહરૂખખાને કહ્યું હાલમાં વાયાકોમની ફિલ્મ (પદ્માવત) વિશે લોકો કહેતા હતા કે શા માટે બીજા સ્ટાર બહાર નથી આવતા. તેઓ બહાર આવવા વાળા નથી તેઓ સંતાય છે. ના અમે છૂપાયા ન હતા. હકીકતમાં તો સત્ય એ છે કે જો આ મુદ્દા પર વાત કરવામાંં આવતી તો તેને વધારે મહત્ત્વ આપવામાં આવતું.
શાહરૂખે કહ્યું હતું કે મેં ઘણી વખત તેમની ટીમને આ વિશે વાત ન કરવાનું સૂચન કર્યું હતું. માત્ર ચૂપ રહો કારણ કે તમે આગને હવા આપો છો અને આ લોકોને ન્યુઝ ચેનલો પર વધારો મહત્ત્વ મળે છે. આથી તેમને મહત્ત્વ ન આપો. દેશના કેટલાક મુખ્ય રાજકારણીઓ દ્વારા ભયની સંસ્કૃતિ કાયમી કરવામાં આવે છે. એ વિશે શાહરૂખખાને કહ્યું હતું કે જેવી રીતે બોલીવૂડના સ્ટાર માટે કહેવામાં આવે છે તેમ કોઈપણ ભયભિત નથી. કહેવામાં આવે છે કે આ લોકો ફકત પૈસા કમાવવા માંગે છે. તેમને સમાજ સાથે કોઈ લેવા-દેવા નથી. ના એવું નથી અમે બધા સમાજને પ્રેમ કરીએ છીએ. અમે આ સમાજને મનોરંજન પૂરૂં પાડીએ છીએ. એક પર વર્ષીય પિતા તરીકે હું ઈચ્છું છું કે તમે તમારા બાળક સાથે સુરક્ષિત રીતે થિયેટરમાં આવો અને ફિલ્મ ન ગમી હોય તો પણ ખુશ થઈને ઘરે જાવ. તમારો અનુભવ સારો હોવો જોઈએ અને એ મારી જવાબદારી છે.
શાહરૂખખાને કહ્યું હતું કે કલાકારનો અવાજ કોઈપણ દબાવી શકશે નહીં અને સર્જનાત્મક લોકો જો કહાની કહેવા ઈચ્છતા હશે તો કોઈપણ પ્રકારનું દબાણ તેમને નહીં રોકી શકે. તેમણે કહ્યું હતું કે આપણે કેટલું પણ રોકી લઈએ, તોડી નાખીએ, છૂપાવી દઈએ પરંતુ વિચાર રોકાશે નહીં.