શોએબ અખ્તર અને મોહમ્મદ ઈરફાને કોહલીને મહાન બેટ્‌સમેન ગણાવ્યો

નવી દિલ્હી, તા.૧૧
વિરાટ કોહલી હાલ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે ક્રિકેટના બધા રેકોર્ડ તે તોડી નાખશે. વિરાટની નિરંતરતા જ તેને બાકી બેટ્‌સમેનોથી અલગ બનાવે છે. તાજેતરમાં કોહલીએ એક શોમાં પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ ઈરફાન અને શોએબ અખ્તરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મો.ઈરફાનને રમવામાં તેને મુશ્કેલી થાય છે. કોહલીએ કહ્યું કે તેના ઊંચા કદના કારણે તેને રમવામાં મુશ્કેલી થાય છે. શોએબ અખ્તર વિશે કોહલીએ કહ્યું કે તે અખ્તરની બોલિંગ સામે વધારે રમ્યો નથી. જો કે કોહલીએ શોએબ અખ્તરને ઘાતક બોલર ગણાવ્યો. વિરાટ દ્વારા કરાયેલી શોએબ અખ્તરની પ્રશંસા બાદ શોએબ અને ઈરફાને પણ કોહલીની પ્રશંસા કરી છે. મો.ઈરફાને ટ્‌વીટ કરીને લખ્યું છે કે કોહલી જેન્ટલમેન ક્રિકેટર છે. આશા છે કે ભવિષ્યમાં આપણે એકબીજા સામે મેચ રમીશું જ્યારે શોએબ અખ્તરે લખ્યું છે કોહલી મહાન બેટ્‌સમેન છે. તેની સામે બોલિંગ કરવી એક સારી હરીફાઈ હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks