શોટગન સિંહાએ મોદી અને અમિત શાહ પર પ્રહારો કર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું કે મોદી સરકાર વન મેન આર્મી એન્ડ ટુ-મેન શોની માફક ચાલી રહી છે. તેમણે કહ્યું કે તેઓ દિલની વાત કરે છે જ્યારે કેટલાક લોકો મનની વાત કરે છે પરંતુ મોદી સરકારના ૯૦ ટકા પ્રધાનોને કોઈ ઓળખતું નથી જ્યારે ૧૦ ટકાની કોઈ ઈજ્જત નથી. હાલમાં એવું વાતાવરણ ઊભું કરાયું છે કે તમે આ વ્યક્તિને ટેકો આપો અથવા દેશદ્રોહી જાહેર થવા તૈયાર રહો. જેડીયુના બળવાખોર નેતા અલી અનવરના પુસ્તકના વિમોચન પ્રસંગે શત્રુઘ્ન સિંહા બોલી રહ્યા હતા. જે કાર્યક્રમમાં ડાબેરી નેતા યેચુરી અને જદયુના સાંસદ શરદ યાદવ પણ હાજર હતા. સિંહાએ કહ્યું કે હાલમાં જીઉંગા નજીને દુંગા જેવો સમય છે. તેમણે મોદીના ન ખાઉંગા, ન ખાને દુંગાના સૂત્ર પર કટાક્ષ કર્યો હતો. તેમણે મંત્રી ન બનાવવા પાછળ આક્રોશ વ્યક્ત કર્યાનો ઈન્કાર કર્યો હતો. તેમણે નોટબંધી અને જીએસટી અંગે સરકારની ઝાટકણી કાઢી હતી. જો વકીલ નાણાપ્રધાન અને ટીવી હીરોઈન શિક્ષણ પ્રધાન અને ચા વાળો વડાપ્રધાન બને શા માટે હું આ મુદ્દે ન બોલું ? બુદ્ધિશાળીઓ માર્યા જાય છે. હવે તો જજ પણ માર્યા જાય છે. આવા મુદ્દાઓ મીડિયામાં પુરતા પ્રમાણમાં સ્થાન મેળવી શક્યા નથી. કારણ કે જનતંત્ર પર ધનતંત્રનો પ્રભાવ દેખાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks