(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૭
અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામના પટેલ સમાજના ૨ આશાસ્પદ યુવાનોના મંગળવારે રાત્રીના સુમારે અકસ્માતમાં ઘટનાસ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકાગ્નિની છવાઈ હતી ધનસુરાના ગામના આકાશ વિપુલભાઈ પટેલ તેના મિત્ર હર્ષિલ ઉર્ફે છોટુ મુકેશભાઈ પટેલ કામકાજ અર્થે કાર (ગાડી.જીજે- ૩૧ -એ -૮૮૮૦ ) લઈ બાયડ ગયા હતા ત્યાંથી આકરૂન્દ તેમના સંબંધીને રૂપિયા આપી ધનસુરા પરત ફરતા શ્યામપુર (વડાગામ) નજીક અગમ્ય કારણોસર કારચાલક આકાશ પટેલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક આકાશ પટેલ અને ધનસુરા બીજેપી યુવા શ્યામપુર (વડાગામ) નજીક કાર ઝાડ સાથે અથડાતા ધનસુરાના ૨ આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે મોત અરવલ્લી જીલ્લામાં રાજ્યધોરીમાર્ગની બીસ્માર હાલત,રોડ પર પડેલા ખાડાઓ અને ગાંડા બાવળો અને ઝાડી-ઝાંખરાના સામ્રાજ્ય ના પગલે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની નિર્દોષ લોકોને તંત્રના પાપે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ધનસુરાના વડાગામ (શ્યામપુર) નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા કાર ચાલક યુવાન સહીત અન્ય યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા બંને આશાસ્પદ યુવાનના પરિવારજનો અને ધનસુરા પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી અકસ્માતના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે બંને મૃતક યુવાનોની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.