શ્રાવણમાં અનેક સ્થળોએ મેઘાવી સટાસટી બાદ ભાદરવો ભરપૂર બને તેવી શક્યતા : આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

 

અમદાવાદ, તા.ર૧
છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી બે દિવસમાં શનિવારે ઓરેન્જ એલર્ટ જ્યારે રવિવારે રેડ એલર્ટની સ્થિતિ જોતા લોકોને તકેદારીના પગલાં ભરવા તાકીદ કરાઈ છે. જ્યારે તંત્રને એલર્ટ કરાયું છે ઓરેન્જથી રેડ એલર્ટ હેઠળ ઉત્તર ગુજરાતના અરવલ્લી મધ્યના મહિસાગર, સુરેન્દ્રનગર તથા સૌરાષ્ટ્રમાં તેમજ દીવ અને કેન્દ્રશાસિત પ્રદેશના વિસ્તારોમાં રેડ એલર્ટ જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, જામનગર અને મોરબીમાં ઓેરેન્જ એલર્ટ અપાયું છે. નદીકાંઠાના વિસ્તારના લોકોને પૂરની સ્થિતિઓને જોતા સાવધ રહેવા દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જ્યારે બીજી તરફ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૭૦ તાલકુાઓમાં વરસાદ નોંધાયો છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે. શુક્રવારના રોજ બપોર સુધી મહેસાણામાં ૪ ઈંચ, કડીમાં ૩.પ ઈંચ, જોટાણામાં ૧.પ ઈંચ, બેચરાજીમાં ૧ ઈંચ, અંજારમાં ર ઈંચ, ભચાઉમાં ૧.પ ઈંચ, ગાંધીધામમાં ૧.પ ઈંચ, લખપતમાં ૧ ઈંચ, કલોલમાં ર.પ ઈંચ, ગાંધીનગરમાં ર ઈંચ, દહેગામમાં ર ઈંચ, માણસામાં ૧ ઈંચ, જ્યારે અમદાવાદ, જામનગર સહિત અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થવાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો ૮૯ ટકા વરસાદ નોંધાયો છે જેમાં પર તાલુકાઓમાં ૪૦ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ૧૧૮ તાલુકાઓમાં ર૦થી ૪૦ ઈંચ અને ૭૭ તાલુકાઓમાં સરેરાશ ૧૦થી ર૦ ઈંચ વરસાદ નોંધાયો છે, આમ એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks