શ્રીનગરમાં ૩૩થી ૩૪ લોકો પેલેટથી ઘાયલ, જ્યારે એન્કાઉન્ટરમાં મોટાભાગના આંખમાં પેલેટ વાગવાથી ઘાયલ થયા

(એજન્સી) શ્રીનગર, તા.ર
શ્રીનગરમાં શ્રી મહારાજા હરીસિંઘ હોસ્પિટલના બીજા માળે નાઝા શાહ ઈમરજન્સી ઓપરેશન થિએટરની બહાર ખુણામાં ઊભા રહીને તેમના પુત્રના ભવિષ્ય માટે વિચારી રહ્યા છે. બશીત જે ધો.૧૦નો સોફિયાન વિસ્તારનો વિદ્યાર્થી છે. જ્યારે ચૂપચાપ રીતે બીજા ખુણામાં તેનો ભાઈ ફરીવાર જોઈ શકે એવી ખબર સાંભળવા માટે રાહ જોઈ રહ્યો છે. આ દિવસે ત્રણ એન્કાઉન્ટરમાં બે નાગરિકોની હત્યા સાથે ૩૪ દર્દીઓને સોફિયાનની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જેમાં ૩૩થી ૩૪ જણા પેલેટ ગનથી ઘાયલ થયા છે. મોટાભાગના દર્દીને આંખમાં ગોળી વાગી છે. જ્યારે એક બુલેટ ગનથી ઘાયલ થયો છે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સલીમ તાકે જણાવ્યું કે ૧૪ વર્ષીય આલમ જે સ્ટ્રેચરમાં સૂતેલો એ જ માળ પર તેની ડાબી આંખ પર હાથ રાખીને પોતાના ઓપરેશનની રાહ જોઈ રહ્યો છે. તેના પાડોશી ફાહીદ અને તેનો કઝીન ભાઈ બીજા હોસ્પિટલમાંથી સોફિયાન જિલ્લા હોસ્પિટલ ખાતે લાવ્યા છે. તેમણે કહ્યું કે આલમ દુકાનથી ઘરે જઈ રહ્યો હતો જ્યારે અચાનકથી તેના પર પેલેટ ગન વડે હુમલો થયો હતો. જો કે આદિલની આંખ સારી થાય એ પહેલાં તેનો ૧૬ વર્ષીય ભાઈ પણ સ્ટ્રેચર પર સૂતેલો છે. તે દરગાહથી પાછો ફરી રહ્યો હતો તો માલૂમ પડયું કે હિંસા ફાટી નીકળી છે. તે ઝડપથી મેઈન રોડ પર આવી ગયો. મારા ભાઈને શરીરના ડાબી બાજુ પેલેટ લાગી છે. બન્ને ડાબો પગ અને હાથ પેલેટથી ઘાયલ થયા છે. આદિલે હજી સુધી મા-બાપને જણાવ્યુું નથી તે હજી ડૉક્ટરના અભિપ્રાયની રાહ જોઈ રહ્યો છે ત્યારબાદ તેપોતાના મા-બાપને કહશે. અબુલ રાશીદ શાહે ગળગળા અવાજે પોતાના માથા પર હાથ મૂકતા જણાવ્યું કે ૧પ વર્ષીય તેમનો પુત્ર ટયુશનમાંથી પાછો ઘરે આવી રહ્યો હતો તેને પણ પેલેટ લાગી હતી. શાહ એક બિલ્ડીંગમાં કામ કરતા ત્યારે કોઈએ તેમને જણાવ્યું કે તેમનો પુત્ર ઘાયલ થયો છે તેને આંખમાં પેલેટ વાગી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts