(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મસમોટું પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વિશ્વભરનું સૌથી મોટું ઝિંક સ્મેલટર કોમ્પ્લેક્ષ ઊભું કરવા માટે આજે ગુજરાત સરકાર અને હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ વચ્ચે એમઓયું થયા હતા. આ રૂા.૧૦ હજાર કરોડના મૂડી રોકાણ સાથેના પ્લાન્ટનો પ્રથમ તબક્કો ૩૬ મહિનામાં કાર્યરત થશે અને જેના લીધે સ્થાનિક પાંચ હજાર યુવાઓને રોજગાર મળશે.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ. અરૂણ મિશ્રાએ આ ર્સ્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂા.૧૦ હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી માંગને પહોંચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ર્સ્ેંની આ પ્રક્રિયા બે જ મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ૩૦૦ દ્ભ્ઁછની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિશ્ચિત સમયમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ શકે તે હેતુસર રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તત્પરતા દર્શાવી હતી. રાજ્યમાં નિર્માણ થયેલ કાર્યક્ષમ અને અત્યાધુનિક ઔદ્યોગિક ઈકોસિસ્ટમનો લાભ કંપનીને પ્રાપ્ત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસશીલ અને પ્રોત્સાહક ઉદ્યોગ નીતિને કારણે હિન્દુસ્તાન ઝિંક જેવી વિશ્વખ્યાત મોટી કંપનીઓ-સાહસોએ ગુજરાતને ફેવર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યુ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ અગાઉ જુલાઈ-૨૦૧૯ માં જે.કે.પેપર્સ કંપની દ્વારા તાપી જિલ્લામાં સ્થિત પોતાની પેપર મિલ માટે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે વિસ્તરણ અંગેના એમઓયુ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું કંપનીનું લક્ષ્ય હતું. પરંતુ, કંપનીએ આ કામગીરી ત્વરિત ગતિએ ઉપાડી છ મહિના અગાઉ જ કામગીરી પૂર્ણ કરી લીધી છે.