સાઉથૈમ્પટન,તા.૯
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે જાતિવાદ પર કડક સંદેશ આપતા બુધવારે જણાવ્યું કે, બેલ્ક લાઇવ્સ મેટર આંદોલન સમાનતા વિશે છે. હોલ્ડિંગે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર એબની રેનફોર્ડ સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકોએ સમજવું પડશે કે, અશ્વેત લોકોની જિંદગી પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આપણે સંપૂર્ણ જાતિને શિક્ષિત નહીં કરીએ ત્યાં સુધી આ ભેદભાવ અટકશે નહીં.
હોલ્ડિંગે કહ્યું કે, આપણે બધાં માણસો છીએ. એટલા માટે મને આશા છે કે, લોકો સમજશે કે, બેલ્ક લાઇવ્સ મેટર આંદોલન ખાલી અશ્વેત માટે જ નથી. આ આંદોલનમાં કોઈને પણ ઉપર રાખવાની વાત નથી. તે સમાનતાનું છે. આ કંઇક એવું છે, જેને આપણે ગંભારતાથી લેવાની જરૂર છે. તેમજ બાકીનું દુનિયા જેવું કરી રહ્યું છે, તે રીતે અમે કરીશું.
તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૮ જુલાઇએ શરૂ થયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલાં પૂર્વ ખેલાડીઓ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનના સમર્થનમાં ઘૂંટણ પર બેસી ગયા હતાં.