(એજન્સી) તા.૨૫
એર ઈન્ડિયા એક્સપ્રેસે મંગળવારે ૧૨ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના પ્રવાસીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કર્યા અને યુએઈનો પ્રવાસ કરવા માટે તેમણે પોતાની ફ્લાઈટ પર જતા પહેલાં વેબસાઈટ પર એક કાયદેસર નકારાત્મક કોરોના પીસીઆર તપાસ રજૂ કરવી જરૂરી કરી દીધું. આ પણ જણાવવામાં આવ્યું છે કે, પ્રવાસીઓને કોરોના વાયરસ સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાની જરૂરત છે. “પ્રસ્થાન પહેલાં ૯૬ કલાકથી વધુ નહીં.”
ક્વોરન્ટાઈન : હાલમાં ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોમાં દેશમાં પહોંચનારા પ્રવાસીઓ માટે સાત-દિવસીય સંસ્થાગત ક્વોરન્ટાઈન અને સાત- દિવસીય ઘરેલું ક્વોરન્ટાઈન માટે જરૂરી કરી દીધું છે, પરંતુ ૯૬ કલાકની અંદર આયોજીત આરટી-પીસીઆર તપાસના નકારાત્મક પ્રમાણપત્ર રજૂ કરનારાઓને છૂટ આપવામાં આવી છે. તે ઉપરાંત ઈનબાઉન્ડ ફ્લોઈટો પર સભ્યોએ જો માત્ર તે ચાલક દળના સભ્યોએ જો કોરોના વાયરસ માટે નકારાત્મક તપાસ કરવામાં આવી છે, તેમને ભારત માટે ફ્લાઈટો સંચાલિત કરવાની પરવાનગી છે.