(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જોધપુર એરપોર્ટ પરથી ભારતીય વાયુસેનાના સુખોઈ લડાકુ વિમાનમાં ૪૫ મિનિટની ઉડાણ ભરી. સીતારમણે પાયલટનો સૂટ પહેરીને વિમાનમાં સવાર થયાં હતા. અભિયાનની તૈયારીઓ તથા યુદ્ધ ક્ષમતાઓની સમિક્ષા કરવાના ભાગરૂપે તેમનું લડાકૂ વિમાનમાં ઉડાણ ભરી. સુખોઈ ૩૦ એમકેઆઈ પરમાણુ સક્ષમ વિમાન છે જે દુશ્મન દેશના વિસ્તારો સુધી ઉડાણ ભરવા સક્ષમ છે. સુખોઈ એરફોર્સનું સૌથી શ્રેષ્ઠ વિમાનોમાંનું એક છે. તેમણે ૪૫ મિનિટ સુધી વિમાનમાં ઉડાણ બરી. સુખોઈ ૩૦ એમકેઆઈ રશિયન બનાવટનું વિમાન છે. તેઓ આ લડાકૂ વિમાનની પાછલી સીટ પર બેઠા હતા. ૩૧ સ્કવોર્ડન લોયનને આ વિમાનની ઉડાણ ભરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉડાણ બાદ સીતારમણે કહ્યું કે આંખ ઉઘાડનાર અને યાદગાર અનુભવ લેવા બદલ મારી જાતને ગૌરવશાળી અને આભારી માનું છું. તે મને ખરેખરૂ જણાવે છે કે જોમ જુસ્સા, પ્રેક્ટિસ, તથા કેવા પ્રકારની તૈયારી તથા તેમને કેવી રીતે અત્યંત ઝડપી ગતિએ પ્રતિક્રિયા વ્યક્ત કરવાની છે તે વાતની મને ખબર પડી. ભારતના પહેલા મહિલા સંરક્ષણ તરીકે નિર્મલા સીતારમણે લશ્કર, એરફોર્સ અને નેવી સાથે ઘણો પ્રવાસ કર્યો છે. થોડા દિવસો પહેલા સીતારમણે આઈએનએસ વિક્રમાદિત્યમાં સવાર થયાં હતા. અને મિગ-૨૯ ના ઓપરેશનોના સાક્ષી બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ચૂકેલું આ વિમાન નવી ટેકનોલોજીથી સજ્જ છે તથા તે તેની ઉડાણ ક્ષમતા, હવા અને જમીન પરથી ઝડપથી મિસાઈલ છોડવા માટે જાણીતું છે. આ વિમાનને ટાઈટેનિયમ અને ઉચ્ચ તીવ્રતા વાળા એલ્યુમિનિયમ ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.