સઉદી અરેબિયાએ દશકાઓ જૂનો પ્રતિબંધ ઉઠાવી લઈ ફિલ્મો દર્શાવવાનું શરૂ કર્યું

(એજન્સી) રિયાધ, તા.૧૭
રૂઢિચુસ્ત ઈસ્લામિક દેશ સઉદી અરેબિયાએ દેશમાં ફિલ્મોના પ્રદર્શન પરથી પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ હવે જિદ્દાહ શહેરમાં એક અસ્થાયી સિનેમાઘરમાં ટેન્ટ લગાવી પ્રોજેક્ટની મદદથી ફિલ્મો બતાવાઈ રહી છે. આ એક એનિમેશન મૂવી હતી. જેને જોવા બાળકો અને મહિલાઓ પહોંચ્યા હતા. અત્યારે આ અસ્થાયી થિયેટરમાં જ ફિલ્મો બતાવાઈ રહી છે. પ્રતિબંધ દૂર થયા પછી થિયેટર જિદ્દાહમાં શરૂ કરાયું છે. આ થિયેટર માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે. દેશમાં ૩૦૦ થિયેટર શરૂ કરવાની યોજના છે. ફિલ્મ કંપની સિનેમા ૭૦ને દેશમાં ફિલ્મો પ્રદર્શિત કરવાની મંજૂરી મળી છે. સઉદી અરબમાં ફિલ્મોને દેશની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ માટે ખતરો ગણાવી ૧૯૮૦માં તેના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ત્યારથી અત્યાર સુધી ફિલ્મો પર પ્રતિબંધ હતો. અરબ લોકો ફિલ્મ કે થિયેટર સાથે સંબંધિત મનોરંજન માટે બેહરીન કે યુએઈમાં જતા હતા. ક્રાઉન પ્રિન્સના મિશન ર૦૩૦ના હિસ્સાના ભાગરૂપે આ નિર્ણય કરાયો હતો. ર૦૧૭માં સઉદી અરેબિયાએ પોતાની છબિ સુધારવા ઘણા કદમ લીધા છે. જેમાં મહિલાઓને ડ્રાઈવિંગ લાયસન્સ, યોગને રમતનો દરજ્જો ખાસ હતા. આ જ કડીમાં ફિલ્મ સ્ક્રીનીંગથી પણ પ્રતિબંધ ઉઠાવાયો છે. દેશમાં પહેલું કાયમી થિયેટર માર્ચમાં શરૂ થશે. પરિવાર સાથે ઈમોજી મૂવી જોયા બાદ ર૮ વર્ષના સઉદી સુલતાન અલ-ઓતાઈબીએ કહ્યું કે, ઘરમાં બેસી રહેવા કરતાં મૂવી જોઈને આનંદ મળ્યો. હજારો સઉદી નાગરિકો મૂવી જોવા બેહરીન જતા હતા. સઉદી ક્રાઉન રાજકુમાર મોહંમદ બિન સલમાને ઘણા પ્રતિબંધો હળવા કરી અર્થતંત્રને વિશાળ બનાવી તેલ પર આધારને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં નવા ૩૦૦ સિનેમાઘરો નિર્માણ કરવાનો ઈરાદો છે. જેમાં ર૪ બિલિયન ડોલર ખર્ચ થશે. જેના કારણે નવા ૩૦,૦૦૦ રોજગાર વધશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks