સઉદી અરેબિયાએ મદીનામાં મિસાઇલ અટકાવી, હૌથીઓએ હુમલાનો ઇન્કાર કર્યો

સઉદી અરેબિયાને નિશાન બનાવીને ચાલી રહેલા હૌથી હુમલા વચ્ચે અવરોધ આવ્યો છે

 

 

(એજન્સી) મદીના, તા.૧૫
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપતા સઉદી-નેતૃત્વ હેઠળના ગઠબંધને ગુરૂવાર, ૧૫ ઓક્ટોબરે જાહેરાત કરી કે તેમણે સઉદી અરેબિયાના મદીના ક્ષેત્રમાં એક ક્રૂઝ મિસાઇલને આંતરીને તેને નષ્ટ કરી દીધી છે. ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ ‘ઠ’ (ટિ્‌વટર) પર એક પોસ્ટ દ્વારા આ મિસાઇલને આંતરવાની પુષ્ટિ કરી. જોકે, આ જાહેરાતમાં મિસાઇલ ક્યાંથી આવી હતી કે તેનું લક્ષ્ય શું હતું, તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું છે કે કેમ, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, યમનના હૌથી સંગઠને ગુરૂવારે સઉદી અરેબિયાના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો છે અને મદીના પર હુમલાના પ્રયાસ અંગે સઉદી અરેબિયાના દાવાને નકારી કાઢ્યો છે. ‘X’ પર જારી કરાયેલા એક નિવેદનમાં, હૌથી સૈન્ય પ્રવક્તા યહ્યા સરીએ જણાવ્યું હતું કે યમનના સશસ્ત્ર દળોએ તે દિવસે સઉદી અરેબિયાના ક્ષેત્રને નિશાન બનાવીને કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે મદીનાને નિશાન બનાવવામાં આવ્યું હોવાના દાવાઓને ખોટા ગણાવ્યા. આ ઉપરાંત, સઉદી અરેબિયાના સિવિલ ડિફેન્સ વિભાગે જિઝાન અને નજરનના રહેવાસીઓ માટે જોખમની ચેતવણી જારી કરી હતી અને તેમને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા તથા સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જવા અનુરોધ કર્યો હતો. બાદમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી કે હવે ખતરો ટળી ગયો છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે સઉદી અરેબિયામાં હવાઈ હુમલાના સંભવિત જોખમોને લઈને સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં, મદીનામાં આવેલી મસ્જિદ-એ-નબવીને વીજળી પૂરૂં પાડતા પાવર સ્ટેશનને યમનના હૌથી મિલિશિયા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલ હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks