સઉદી અરેબિયામાં હૌથીઓનો ખૌફ! જેદ્દાહ-અભહા-જાઝાન સહિત ૫ાંચ શહેરોમાં ઈમરજન્સી એલર્ટ, ૧૩ નાગરિકો ઘાયલ

 

હૂથીઓના હુમલાના જવાબમાં સઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૌથીઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા

 

(એજન્સી) જેદ્દાહ, તા.૧૫
યમનના હૌથીબળવાખોરોએ ફરી એકવાર સઉદી અરેબિયાને નિશાન બનાવતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તણાવ વધ્યો છે. હૌથીઓએ ખમીસ મુશૈત સ્થિત સૈન્ય એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યો છે. હૂતિ સંગઠને આ હુમલાને યમનમાં સઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાનો જવાબ ગણાવ્યો છે. હુમલાની સ્થિતિને જોતા સઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, અભહા, તાઈફ, જેદ્દાહ અને જાઝાન સહિતના અનેક શહેરોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યા હતા. અહેવાલો પ્રમાણે હુમલામાં ૧૩ નાગરિકો ઘાયલ થયા છે. જોકે, સઉદી સિવિલ ડિફેન્સે બાદમાં ખતરો ટળી ગયો હોવાનું જણાવ્યું હતું.હૌથીઓએ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ-પશ્ચિમ સઉદી અરેબિયામાં આવેલા ખમીસ મુશૈતના સૈન્ય એરબેઝને નિશાન બનાવીને મોટી સંખ્યામાં મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનમાં સઉદી અરેબિયા દ્વારા હૌથીઓના ઠેકાણાઓ સામે હવાઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સઉદી હુમલામાં એરક્રાફ્ટ હેંગર્સ, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપો જેવા સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. હૌથીઓએ પોતાની નવી કાર્યવાહી આ હુમલાઓના જવાબરૂપે કરી હોવાનું જણાવ્યું છે. હુમલા બાદ સઉદી ના દક્ષિણના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.હૂથીઓની સતત કાર્યવાહીથી હવે સઉદી અરેબિયાની તેલ નિકાસને લઈને પણ ચિંતા વધી રહી છે. લાલ સમુદ્રના મુખ પાસે આવેલા પેરિમ ટાપુ પર હૂથીઓના કબજાના અહેવાલો વચ્ચે સઉદી ના મહત્વના તેલ પરિવહન માર્ગો પર દબાણ વધ્યું છે. અગાઉના એક હવાઈ હુમલાના કારણે સઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનને બંધ કરવાની ફરજ પડી હતી. ૧૯૮૦ના દાયકામાં હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે બનાવવામાં આવેલી આ પાઈપલાઈન આશરે ૧૨૦૦ કિલોમીટર લાંબી છે. તેલના વેપારીઓના અંદાજ પ્રમાણે પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક તેલ પુરવઠામાં આશરે ૪ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ૪ ટકાથી વધુનો વધારો નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હૌથીઓના હુમલાના જવાબમાં સઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂથીઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા છે. પશ્ચિમ યમનમાં હૂતિઓનો પ્રભાવ હજુ પણ મોટો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે યમન અને સઉદી અરેબિયા વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ ફરી ઉગ્ર બનવાની આશંકા છે. ખાસ કરીને લાલ સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં હૂથીઓની સક્રિયતાથી પ્રાદેશિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો અંગે પણ ચિંતા વધી છે. સતત હુમલા અને વળતા હુમલાઓને કારણે સ્થિતિ વધુ જટિલ બની રહી છે.ટ્રમ્પને સંઘર્ષથી દૂર રહેવાની હુથીઓની અપીલઆ દરમિયાન અમેરિકા પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. અહેવાલો અનુસાર, સઉદી અરેબિયાએ અમેરિકાની સીધી લશ્કરી મદદની વિનંતી કરી હોવા છતાં અમેરિકાએ હજુ સુધી સીધો લશ્કરી હસ્તક્ષેપ કર્યો નથી અને માત્ર ગુપ્તચર સહાય પૂરી પાડી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હૂથીઓએ પણ અમેરિકાને આ સંઘર્ષથી દૂર રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જેદ્દાહમાં અમેરિકાના પ્રાદેશિક કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપર સાથે મુલાકાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks