સઉદી-આગેવાની હેઠળના ગઠબંધને સનામાં તેલ સુવિધા પર હુમલો કર્યાના કલાકો બાદ હૌથીઓએ આરામકો (Aramco) પર હુમલો કર્યો

 

સઉદી-આગેવાની હેઠળના ગઠબંધનના સ્થળ ખાલી કરવાના આદેશ બાદ સનામાં વિસ્ફોટો થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે હૌથીઓએ ‘કઠોર’ વળતા હુમલાની ચેતવણી આપી છે

 

(એજન્સી) તા.૧૪
હૌથીઓએ પૂર્વીય શહેર ધહરાનમાં સઉદી અરેબિયાની કંપની ‘આરામકો’ની વહીવટી ઇમારતને નિશાન બનાવી છે, તેમ ઊર્જા મંત્રાલયના એક અધિકારીએ સઉદી SPA સમાચાર એજન્સીને જણાવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે થયેલા હુમલાને કારણે લાગેલી આગને કાબૂમાં લેવા માટે સત્તાવાળાઓએ કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. યમનના હૌથીઓએ મંગળવારે વહેલા સઉદી અરેબિયાની તેલ સુવિધાઓની નજીક રહેલા તમામ કર્મચારીઓ અને નાગરિકોને તે સ્થળો ખાલી કરવાની ચેતવણી આપી હતી અને તે સ્થળોને “કાયદેસરનું લક્ષ્ય” ગણાવ્યું હતું; ત્યારબાદ સઉદીની રાષ્ટ્રીય તેલ કંપનીના મુખ્ય મથક પર આ હુમલો થયો હતો. જૂથના પ્રવક્તા યાહ્યા સરી તરફથી આ ચેતવણી સઉદી-આગેવાની હેઠળના ગઠબંધનના તે આદેશ બાદ આપવામાં આવી હતી જેમાં નાગરિકોને હૌથી-નિયંત્રિત રાજધાની સનામાં આવેલી ‘યમન ઓઈલ કંપની’ના અલ-સબાહ સેન્ટ્રલ સ્ટેશનને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. સરીએ ગઠબંધનના સ્થળ ખાલી કરવાના આદેશનો જવાબ આપતા ચેતવણી આપી હતી કે સના પરના કોઈપણ હુમલાનો જવાબ સઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર “કઠોર અને પીડાદાયક” વળતા હુમલા દ્વારા આપવામાં આવશે. SPAના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ હૌથીઓ દ્વારા રિયાધ તરફ છોડવામાં આવેલી મિસાઇલોને પણ હવામાં જ તોડી પાડી હતી. સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તોડી પાડવામાં આવેલી બે મિસાઇલોના કાટમાળને કારણે ચાર લોકો ઘાયલ થયા હતા અને ૧૫ ઘરોને નુકસાન થયું હતું. સઉદી-આગેવાની હેઠળના ગઠબંધનના સ્થળ ખાલી કરવાના આદેશના થોડા સમય બાદ જ, અલ જઝીરાની ટીમ દ્વારા સનામાં વિસ્ફોટો સંભળાયા હોવાના અહેવાલ મળ્યા હતા. હૌથી-સંલગ્ન મીડિયા સંસ્થાઓએ જણાવ્યું હતું કે સઉદી-સમર્થિત દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં રાજધાનીના અલ-સબાહ વિસ્તારમાં આવેલી તેલ સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી. જાહેરાત ચેતવણી આપ્યાના થોડા સમય બાદ, સરીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે સાના પર સાઉદીના કોઈપણ હુમલાનો જવાબ સાઉદીની રાજધાની રિયાધમાં “મક્કમ અને પીડાદાયક” રીતે આપવામાં આવશે. હૌથી અધિકારીઓને આ હુમલાની અગાઉથી જાણ હોય તેવું લાગતું હતું. તેલ કંપનીએ જણાવ્યું હતું કે તેની સંગ્રહ સુવિધાઓ ખાલી હતી અને સાઉદીના હુમલાની અસર તેલના ભંડાર કે રહેવાસીઓ માટેના પુરવઠા પર પડશે નહીં. તેમ છતાં, શહેરમાં હાજર સાક્ષીઓએ જણાવ્યું હતું કે અછતની આશંકાને કારણે કેટલાક ગેસ સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અલ-જઝીરાના સંવાદદાતા યુસુફ મૌરીએ કહ્યું, “રાજધાની સનામાં યમનના અલ-સબાહ સેન્ટ્રલ ઓઈલ સ્ટેશનને સઉદી અરેબિયા દ્વારા નિશાન બનાવવામાં આવતા અમે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો.” મૌરીના જણાવ્યા અનુસર, સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધને રાસ ઈસા બંદર પર પણ બે અન્ય હવાઈ હુમલા કર્યા હતા, જેમાં યમનના તેલ સંગ્રહ ટાંકા અને હૌથી-નિયંત્રિત હોદૈદાહ પ્રાંતમાં આવેલા ઓઈલ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સઉદી-આધારિત ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ હૌથીઓ પર આરોપ મૂક્યો હતો કે તેઓ આ સુવિધા અને તેના ભૂગર્ભ ઇંધણ ડેપોનો ઉપયોગ મિસાઇલો અને ડ્રોનના શસ્ત્રાગાર માટે કરી રહ્યા હતા. વિસ્ફોટોના અહેવાલો બાદ, સરીએ કહ્યું કે હૌથી લડવૈયાઓ સાનામાં સઉદી-સમર્થિત દળોનો સામનો કરી રહ્યા હતા. ’ઠ’ (ટિ્‌વટર) પરના એક નિવેદનમાં, સરીએ કહ્યું કે જો સાઉદી-આધારિત ગઠબંધન સાના પર હુમલો કરશે, તો હૌથીઓ એવા સ્થળોને નિશાન બનાવશે જેને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મંગળવારે નાગરિકોને ધરહાનમાં આવેલી આરામકો કંપનીનું મુખ્ય મથક, રિયાધનું કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાધમાં આરામકો સાથે સંકળાયેલી રિફાઇનરી ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. શનિવારે રિયાધના એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેનાથી વિશ્વના ટોચના ક્રૂડ ઓઈલ નિકાસકાર દેશમાં હલચલ મચી ગઈ હતી. રવિવારે રિયાધના એરપોર્ટ પર એક પ્રોજેક્ટાઇલ (ક્ષેપક) પડવાથી અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૧ લોકો ઘાયલ થયા હતા. રિયાધ એરપોર્ટ પર હૌથીઓના હુમલા છતાં સઉદી અરેબિયાએ મક્કમતા દર્શાવી વીકએન્ડ દરમિયાન હૌથીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલા બાદ એર ફ્રાન્સ-કેએલએમ (Air France-KLM), એર ઈન્ડિયા, એતિહાદ, લુફ્થાન્સા, ડેલ્ટા, ગલ્ફ એર અને કતાર એરવેઝ સહિતની ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે સઉદી અરેબિયા અને પડોશી દેશોની ફ્લાઈટ્‌સ સ્થગિત કરી દીધી છે. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપતું સઉદી અરેબિયા મંગળવારે પણ નવા હુમલાઓનો સામનો કરી રહ્યું હતું; ગઠબંધન દળોએ જણાવ્યું હતું કે તેમણે રિયાધની ઉત્તરે ત્રણ ડ્રોનને તોડી પાડ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks