સગરામપુરાના લાલવાડીનો બનાવ નિરાધાર કુટુંબને સરકારી સહાયના નામે વૃદ્ધ દંપતીના દાગીના લઈ મહિલા ફરાર

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
સગરામપુરા મોટી લાલવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતિને મહિલા ટોળકીએ નિરાધાર અને ગરીબ કુટુંબ પરિવારને સરકાર તરફથી રૂપિયા મળે છે તો તમે નિરાધાન પરિવારમાં આવો છો તેમ કહી સહાયના બહાને રીક્ષામાં બેસાડી લઈ ગયા બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર, બંગડી ઉતારી પર્સમાં મુકાવી નજર ચુકવી ચોરી કરી નાસી ગયા હતા.
અઠવા પોલીસના જણાવ્યા મુજબ સગરામપુરા મોટી લાલવાડી અનંત આવાસ એપાર્ટમેન્ટમાં રહેતા બંકીમચંદ્ર ગવરીશંકર વ્યાસ (ઉ.વ.૫૧) નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ નજીકમાં રહેતા તેના માસા હસમુખ શર્મા (ઉ.વ.૭૫) અને માસી ભાનુમતીબેન (ઉ.વ,૭૦)ને કોઈ સંતાન ન હોવાથી તેમની કેરટેકર તરીકે દેખરેખ કરે છે. દરમિયાન ગઈકાલે સવારે હસમુખ ભાઈના ઘરે અજાણી મહિલા આવી હતી અને નિરાધાર અને ગરીબ કુટુંબ પરિવારને સરકાર તરફથી રૂપિયા મળે છે તો તમે નિરાધાન પરિવારમાં આવો છો તમે મારી સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલો તેમ કહી મહિલા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને ત્યાંથી રીક્ષામાં બેસાડી અને ત્યાં અજાણી મહિલા મંગળસૂત્ર અને બંગડી તેમજ રોકડા ૧૫૦૦ કુલ રૂપિયા ૩૧,૫૦૦ મતાની ચોરી કરી નાસી ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks