સુરત, તા.૧૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલ તા.૧૮/૧/૧૮ના રોજ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કરશે. જેમાં સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂા.૩૩.૮૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સચિન અને તલંગપોરને જોડતા રેલવે ઓવરબ્રિજ તથા ટી.પી.સ્કી નં.૩પમાં સ્વસ્તિક નગર પાસે રૂા.પ.૪ર કરોડના ખર્ચે ખાડી બ્રિજનું લોકાર્પણ થશે.
તલંગપુર-કનકપુર કનસાડ – સચિન રોડ, સચિન નવસારી સ્ટેટ હાઈવેને સચિન ક્રોસિંગ આગળ મળે છે. આ રસ્તા પર સચિન રેલવે સ્ટેશન નજીક રેલવે ક્રોસિંગ આવે છે. આ રેલવે ક્રોસિંગ મુંબઈ અમદાવાદ મુખ્ય વેસ્ટર્ન રેલવે લાઈન ઉપર રોજની અંદાજિત ૧૬૦ જેટલી પેસેન્જર ટ્રેન અને માલગાડીઓ પસાર થાય છે. જેના કારણે રેલવે ક્રોસિંગ વારંવાર બંધ કરવું પડતું અને ઘણી વખત લાંબા સમય સુધી ફાટક બંધ રહેતું હતું. રેલવે ક્રોસિંગ અવાર-નવાર બંધ રહેતું હોવાથી વાહન વ્યવહારને ઘણો સમય ફાટક પર થોભવું પડતું હતું અને ઘણી વખત લાંબા સમય સુધી ફાટક બંધ રહેતું હતું. સચિન-કનકપુર રસ્તાની જમણી બાજુ સચિન જી.આઈ.ડી.સી. અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ હોવાથી આ રસ્તા પર આખો દિવસ ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હતું. રેલવે ક્રોસિંગ અવારનવાર બંધ રહેતું હોવાથી વાહન વ્યવહાર ઘણો સમય ફાટક પર થોભવું પડતું હતું. અને તેના લીધે માનવ કલાકો અને ઈંધણનો વ્યય થતો હતો. વાહન વ્યવહારની અવર-જવર અને લોકોની સલામતી ખાતર જ્યાં વધારે પ્રમાણમાંં ટ્રાફિક રહેતો હોવાથી ક્રોસિંગ બંધ કરી આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનવાથી સચિન, તલંગપોર, સચિન, જી.આઈ.ડી.સી., પાલી, પારડી, કણદે, કનસાડ, ઉંબેર, વાંઝ ગામોના લોકોને બહોળો લાભ મળશે.