સચિન-દ્રવિડનો રેકોર્ડ ધ્વસ્ત! લોર્ડ્‌સ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બનાવ્યો મહા રેકોર્ડ

બંને ૪૦૦મી વખત એકસાથે પ્લેઈંગ-૧૧માં રમ્યા

લોડ્‌ર્સ, તા.૧૯
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે (૧૯ જુલાઈ) લૉડ્‌સ મેદાનમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ રહી છે, જેમાં ભારતના બે અનુભવી બેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો છે. બંને વિસ્ફોટક બેટર્સે સાથી ખેલાડી તરીકે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડીને મહારેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત-કોહલી એક જ મેચની પ્લેઈંગ-૧૧માં ભારત તરફથી ૪૦૦મી વખત એક સાથે રમીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.આંતરરાષ્ટ્રીય મેચોમાં સાથી ખેલાડી તરીકે સૌથી વધુ વખત પ્લેઈંગ-૧૧માં એક સાથે સામેલ થવાનો રેકોર્ડ અગાઉ ભારત માટે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામે હતો. આ બંને દિગ્ગજો કુલ ૩૯૧ મેચોમાં એક સાથે રમ્યા હતા, જ્યારે હવે રોહિત-કોહલીએ કુલ ૪૦૦ મેચોમાં એક સાથે મેદાન પર ઉતરીને સચિન-દ્રવિડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જોકે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ એક સાથે મેચ રમવાનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામે છે. આ બંને ખેલાડીઓ કુલ ૫૫૦ ઈન્ટરનેશનલ મેચોમાં એક સાથે પ્લેઈંગ-૧૧માં સામેલ રહ્યા છે. રોહિત અને કોહલી આ વૈશ્વિક યાદીમાં ૪૦૦ મેચ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.રોહિત શર્માએ ૨૦૦૭માં અને વિરાટ કોહલીએ ૨૦૦૮માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બંને ખેલાડીઓ છેલ્લા ૧૮ વર્ષોથી ભારતીય બેટિંગની મજબૂત દીવાલ બનેલા છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ કુલ ત્રણ ્‌૨૦ વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને બે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. રોહિત અને વિરાટ હવે ટી૨૦ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને માત્ર વન-ડે ક્રિકેટ જ રમે છે. વન-ડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી ૧૪૮૬૭ રન સાથે બીજા સ્થાને છે, જ્યારે રોહિત શર્મા ૧૧૭૫૭ રન સાથે ત્રીજા સ્થાને છે.
પ્લેઈંગ-૧૧માં સાથી ખેલાડી તરીકે સૌથી વધુ વખત સાથે રમનારી જોડીઓ
કુમાર સંગાકારા / મહેલા જયવર્ધને (શ્રીલંકા) – ૫૫૦ મેચ
તિલકરત્ને દિલશાન / મહેલા જયવર્ધને (શ્રીલંકા) – ૪૨૬ મેચ
કુમાર સંગાકારા / તિલકરત્ને દિલશાન (શ્રીલંકા) – ૪૧૮ મેચ
સનથ જયસૂર્યા / મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – ૪૦૮ મેચ
જેક્સ કાલિસ / માર્ક બાઉચર (દક્ષિણ આફ્રિકા) – ૪૦૭ મેચ
રોહિત શર્મા / વિરાટ કોહલી (ભારત) – ૪૦૦ મેચ
સચિન તેંડુલકર / રાહુલ દ્રવિડ (ભારત) – ૩૯૧ મેચ
સનથ જયસૂર્યા / ચમિન્ડા વાસ (શ્રીલંકા) – ૩૯૧ મેચ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts