સનાખાનની ફ્રાન્સિસી વિવાદ અંગે ટિપ્પણી મેક્રોનને માનસિક સારવારની જરૂર

 

(એજન્સી) તા.૧
ટીવી અભિનેત્રી સનાખાન, જેણે રૂહાની માર્ગને અનુસરવા માટે શોબિઝની મનમોહક દુનિયાને અલવિદા કરી દીધી હતી. તેણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોનના ઈસ્લામ વિરોધી નિવેદન બદલ તેમની ઉપર પ્રહાર શરૂ કર્યો છે અને કહ્યું કે તેમને ‘માનસિક’ મદદની જરૂર છે. ઓક્ટોબરની ર૯ તારીખે ટિ્‌વટર સાથે વાત કરતા સના ખાને પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના કાર્ટૂનોને વખોડી કાઢ્યા હતા અને લખ્યું હતું કે ‘અમે અમારા પ્રિય પયગમ્બર (સ.અ.વ.) સાહેબની મશ્કરીની નિંદા કરીએ છીએ. વાણી સ્વતંત્રતા બધાનો અધિકાર છે પણ તે તમને લોકોની લાગણીઓ દુભાવવાની મંજૂરી આપતો નથી. તેમને ચોક્કસપણે માનસિક સહાયની જરૂર છે ભાઈ. ઈમેન્યુઅલ મેક્રોન સામે ત્યારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા જ્યારે તેણે એક શિક્ષક સેમ્યુઅલ પેટીના શિરચ્છેદ અગાઉ એક પ્રવચન આપ્યું હતું. પેટી પર આ મહિનાની શરૂઆતમાં તેના વિદ્યાર્થીઓને પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના કાર્ટૂન બતાવ્યા પછી તેની શાળાની નજીક હુમલો કરાયો હતો. આ હુમલા પછી ૧૮ વર્ષીય ઈસ્લામવાદી અબ્દુલ્લાહની પોલીસ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. આક્રમણના એક દિવસ પહેલા અપાયેલા એક પ્રવચનમાં મેક્રોને કહ્યું હતું કે, ઈસ્લામ એક એવો ધર્મ છે કે જે વિશ્વભરમાં આજે સંકટ અનુભવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ફ્રાન્સમાં ઈસ્લામને વિદેશી પ્રભાવોથી મુક્ત કરવાની જરૂર હતી. ત્યારથી મેક્રોન સમગ્ર વિશ્વમાં વ્યક્તિગત પ્રહારોનો વિષય બની ગયો છે. બુધવારે ભારતે મેક્રોન સામે થયેલા વ્યક્તિગત પ્રહારોની સખત નિંદા કરી હતી અને તેને આંતરરાષ્ટ્રીય પ્રવચનોના સૌથી મૂળભૂત ધોરણોનું ઉલ્લંઘન તરીકે ગણાવ્યું હતું. અનેક મુસ્લિમ દેશો જેવા કે કતાર, ઈજિપ્ત, કુવૈત, પાકિસ્તાન, જોર્ડન, અલ્જિરિયા, સઉદી અને તુર્કીના નાગરિકોએ દુનિયાભરમાં ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા હાકલ કરી છે અને લાખો લોકો શેરીઓના રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. ગુરૂવારે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર રસ્તાઓ ઉપર મેક્રોનના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. પોસ્ટરો પર ફરી વળતા વાહનોના વીડિયો અને તેમની ઉપર ચાલી રહેલા લોકોના વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks