સનાતન સંસ્થાના પાંચ સભ્યો ગૌરી લંકેશની હત્યા મુદ્દે શંકાસ્પદ જાહેર

(એજન્સી) તા.૬
જમણેરી સંગઠન હિન્દુત્વ બ્રિગેડ સનાતન સંસ્થાના પાંચ સભ્યોને પત્રકાર ગૌરી લંકેશની પમી સપ્ટેમ્બરે થયેલ હત્યાના કેસમાં શંકાસ્પદ જાહેર કરાયા છે. ર૦૦૯માં ગોવાના મડગાંવમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે શંકાસ્પદોમાંથી ચારને ઈન્ટરપોલ તરફથી ‘રેડ-કોર્નર’ નોટિસ મળી છે. એક રિપોર્ટ અનુસાર આ પાંચ શકમંદોમાં કોલ્હાપુરના પ્રવિણ લિમકાર (૩૪), મેંગ્લોરના જયપ્રકાશ ઉર્ફે અન્ના (૪પ), પુણેના સારંગ અકોલકર (૩૮), સાંગલીના રૂહ પાટીલ (૩૭) અને સતરાના વિનય પવાર (૩ર)નો સમાવેશ થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ણાટકના ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીએ કહ્યું હતું કે, તેમની સરકારે હત્યારાઓની ઓળખ કરી લીધી છે પરંતુ તેમની ઓળખ જાહેર કરવાથી તપાસ પ્રક્રિયાને નુકસાન પહોંચશે. તેમણે જણાવ્યું હતું કે, પુરાવાઓ સાબિત થયા બાદ તેઓ આ અંગે જાહેરાત કરશે. ર૦૧૩માં થયેલી નરેન્દ્ર ડાભોલકરની હત્યા, ર૦૧પમાં થયેલી ડાબેરી વિચારક ગોવિંદ પાનસરેની હત્યા અને ર૦૧પમાં થયેલી એમ.એમ.કલબુર્ગીની હત્યાની સીબીઆઈ તપાસ દરમિયાન પાટીલ, અકોલકર અને પવારને શંકાસ્પદ જાહેર કરાયા હતા. અકોલકર અને પાટીલ સાથે સાથે લિમકાર અને અન્નાને ઓક્ટોબર ર૦૦૯માં થયેલ મડગાંવ બ્લાસ્ટના સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. સનાતન સંસ્થાના બે સભ્યો વિસ્ફોટકોની હેરાફેરી કરતાં મૃત્યુ પામ્યા હતા. પાનસરે, ડાભોલકર, કલબુર્ગીની હત્યાઓના ઘટનાક્રમમાં ઘણી સમાનતા જોવા મળી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks