સપ્તાહના અંતે દ.ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની શક્યતા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
મુંબઈમાં ભારે વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાતા અરબી સમુદ્ર તરફથી આવતી મોન્સુન એક્ટીવિટી અટકી પડી છે. આ સપ્તાહના અંતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે. સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાયું છે. જેના પગલે અરબી સમુદ્ર તરફથી આગળ વધતુ મોન્સુન હાલ અટકી પડ્‌યું છે. આ સપ્તાહના અંતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા હાલના તબક્કે દેખાઈ રહી છે. આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૦૨ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ પશ્રિમ દિશાથી કલાકના ૧૩ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ રહ્યાં છે. સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. પરંતુ વરસાદ ખેંચાઈ ગયો છે. આગામી ચાર-પાંચ દિવસ બાદ વરસાદ થાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks