વઢવાણ, તા.ર૯
સુરેન્દ્રનગર -દુધરેજ -વઢવાણ સયુંકત નગર પાલિકા મા છેલ્લા ૧૫ વર્ષ થી સફાઈ કામદાર તરીકે કામગીરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા કામદારો ને છુટા કરતા વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિ એ સફાઈ કામદાર ને સાથે રાખી વઢવાણ તાલુકા પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી ને સામુહિક આવેદન પત્ર પાઠવવા મા આવ્યું છે. આ સફાઈ કામદારો છેલ્લા ૧૫ વર્ષ થી સુરેન્દ્રનગર -દુધરેજ -વઢવાણ – સયુંકત નગર પાલિકા ના વઢવાણ વિસ્તાર મા સફાઈ કામદાર તરીકે કામકાજ કરે છે, અને તેના થી સફાઈ કામદાર ના પરિવાર નુ ગુજરાન ચાલતું હોય જેથી તેઓ ને છુટા કરવા મા આવેતો તેઓ ને જીવન નિર્વાહ કરવા મુશ્કેલી ઓ પડી શકે તેમ છે. તેવી રજુઆત આવેદન પત્ર દ્વારા વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિ તથા વઢવાણ નગર પાલિકા સદસ્ય પતિ મહેન્દ્રભાઈ પરમાર, વઢવાણ નગર પાલિકા સદસ્ય કનેશભાઈ સોલંકી , જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સુબોધ જોષી, મહાદેવ દલવાડી, સુરેન્દ્રનગર જીલ્લા એસ. સી. એસ ટી સેલ પ્રમુખ દિલીપ ડગળા, વઢવાણ નગર પાલિકા સદસ્ય , ભરત ભાઈ બાર, ઈશ્વરભાઈ પટેલ, જીતુભાઇ દલવાડી તથા સફાઈ કામદાર બહેનો ની ઉપસ્થિત મા વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી ને પાઠવવા મા આવ્યું હતું.