સબસિડી બંધ કરવાથી હાજીઓને કોઈ ફેર નહીં પડે : ગુલાબખાન રાઉમા

પાટણ,તા.૨૨
ગુજરાત કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમા એક અખબારી યાદીમાં જણાવે છે કે, તાજેતરમાં પવિત્ર હજયાત્રાએ જતાં મુસ્લિમોની સરકાર દ્વારા અપાતી સબસિડી બંધ કરવામાં આવી છે. ખરેખર મુસ્લિમોને હજયાત્રા કરવા જવા માટેની સબસિડી અપાતી જ ન હતી. પરંતુ યેનકેન પ્રકારે મુસ્લિમો પાસેથી એક હાજી દીઠ રૂા.૨૫થી ૩૦ હજાર ભારત સરકાર વસૂલે છે. સઉદી એરલાઈન્સનું વિમાની ભાડુ અવર-જવર દીઠ રૂા.૨૯,૫૦૦/- છે. જ્યારે ભારત સરકાર એરફેર રૂા.૬૩,૦૦૦/- રૂા ભાડુ વસૂલે છે. હાજીઓને સઉદી એરલાઈન્સમાં રવાના કરી બીજી આવક એર ઈન્ડિયામાં જમાં થાય છે. છેલ્લા ત્રણવર્ષથી હાજીઓને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેઓનું સાંભળનાર કોઈ જ નથી. છતાં પણ રોજ નવા-નવા નિયમો જાહેર કરે છે. આ ભાજપથી સરકાર સતત પાંચ વર્ષથી જે હાજી ફોર્મ ભરતાં હતા તે લોકોને હજ પઢવા માટે પાંચમાં વર્ષે ફોર્મ ફરજિયાત મંજૂર થતું હતું. પરંતુ તે નિયમ અચાનક બંધ કરી દઈ તેમાં પણ ડ્રો સિસ્ટમ લાગુ કરી અનેક હાજીઓને આ ભાજપની સરકારે નિરાશ કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks