(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
ગુજરાત રાજ્ય સમગ્ર દેશના અર્થતંત્રના વિકાસમાં ૭ ટકાથી વધુ યોગદાન આપતું હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતે વિશ્વને બતાવ્યું છે કે, ભવિષ્યને ધ્યાને રાખીને ફચરસ્ટીક ઈન્ફાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવાય તો મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની શકાય છે.
ગાંધીનગરની ગીફટ સિટીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીફટ સિટી ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવાર હાઉસ બની રહ્યું હોવાનું વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ગીફટ સિટીથી માત્ર નાણાં સંસ્થાઓ જ નહીં પરંતુ કોમોડિટી એક્ષચેન્જ, શેર ટ્રાન્ઝેશન, ડેરી વેટીઝ અને આંતરરાષ્ટ્રીય સ્ટોક માર્કેટનું ગુજરાત હબ બની રહ્યું છે.
વિજય રૂપાણીએ ગુજરાતમાં સુદ્રઢ રોડ, વીજળી, પાણી જેવી સુવિધાઓની વિગતો આપતાં ઉમેર્યું હતું કે તેનાથકી ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે ડીએમઆઈસી, જીઆઈએફટી એસઈઝેડ, બુલેટ ટ્રેન જેવા બહુઆયામી પ્રકલ્પોની પણ વિશદ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ગીફટ સિટીમાં ફાયનાન્સિયલ ઈન્સ્ટીટયુટ, બેન્કસ વગેરેના આગમનગી ગુજરાતના યુવાઓ માટે અનેકવિધ રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, યુવાશક્તિના સામર્થ્યને ભરોસે વડાપ્રધાને ન્યૂ ઈન્ડિયાના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તે પણ પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહેશે.