“સમૃદ્ધ અને આનંદિત દલિત સ્ત્રીને સમાજમાં સૌથી મોટું જોખમ ગણવામાં આવે છે” “દલિત વુમન એન્ડ ધ ફુલનેસ ઑફ લાઇફ”નાં લેખક ક્રિસ્ટિના ધનુજા સાથે વાતચીત

 

 

મકતૂબ માટે પ્રશ્ન એન સાથેની મુલાકાતમાં લેખિકા અને જાતિ-સમાનતા વ્યૂહરચનાકાર ક્રિસ્ટિના ધનુજા પોતાના પુસ્તક ‘દલિત વુમન એન્ડ ધ ફુલનેસ ઑફ લાઇફ’ વિશે વાત કરે છે. તેઓ દલિત મહિલાઓની એક જ પ્રકારની છબીને પડકારે છે અને આનંદ તથા જીવનની પૂર્ણતાની રાજનીતિ વિશે ચર્ચા કરે છે

 

 

(એજન્સી) તા.૧
એવા સમાજમાં, જે દલિત મહિલાઓના જીવનને ઘણી વખત હિંસા, મજૂરી, સંઘર્ષ અને અડગતા જેવી વાર્તાઓ સુધી સીમિત કરી દે છે, ત્યાં દલિત મહિલાઓ માટે એક સંપૂર્ણ જીવનની કલ્પના કરવાનો અર્થ શું થાય છે? ક્રિસ્ટિના ધનુજાનું પ્રથમ પુસ્તક દલિત વુમન એન્ડ ધ ફુલનેસ ઑફ લાઇફ આ પ્રશ્નને કેન્દ્રમાં રાખે છે અને દલિત મહિલાઓના જીવનના એવા પાસાઓ તરફ ધ્યાન દોરે છે, જેના વિશે ઓછી ચર્ચા થાય છે. ધનુજાનું આ પુસ્તક જાતિ, લિંગ, આસ્થા અને ન્યાયના પ્રશ્નો સાથે આવ્યું છે. તેઓ ‘દલિત હિસ્ટરી મંથ’ પ્રોજેક્ટના સહ-સ્થાપક અને ‘ગ્લોબલ કેમ્પેઇન ફોર દલિત વુમન’ના સ્થાપક સભ્ય છે. આ પુસ્તકમાં દલિત મહિલાઓના જીવનમાં અડગતા, સ્મૃતિ અને મુક્તિની ચર્ચા કરવામાં આવી છે અને જાતિથી બંધાયેલા સમાજમાં તેમના માટે ‘પૂર્ણતા’નો અર્થ શું હોઈ શકે તેની કલ્પના કરવામાં આવી છે. અનુભવોને રાજકીય અને સામાજિક વિશ્લેષણ સાથે જોડીને પુસ્તક દલિત મહિલાઓની ઇચ્છાઓ, અંતર્વિરોધો, નબળાઈઓ, મહત્વાકાંક્ષાઓ અને આનંદની વાત કરે છે. પુસ્તકના દસ અધ્યાય, ઓળખ, આંદોલનો, કામ, સમુદાય, શરીર, ઇચ્છા, આઘાત, આસ્થા અને આનંદ રાજકીય અને સામૂહિક જીવનથી લઈને અંગત અને આંતરિક અનુભવોની સફર છે. ધનુજા જાતિ, લિંગ, કામ, સંબંધો, શરીર, આસ્થા અને ઇચ્છા જેવા મુદ્દાઓની તપાસ કરતાં તેમના મતે દલિત મહિલાઓને માત્ર ગૌરવ અને અસ્તિત્વનો અધિકાર જ નહીં, પરંતુ આરામ, આનંદ, પ્રેમ, નાજુકતા, સ્વતંત્રતા અને ખુશીનો પણ અધિકાર છે. આ રીતે આ પુસ્તક દલિત મહિલાઓને દમનનો ભોગ બનેલી વ્યક્તિઓ અથવા અદમ્ય સંઘર્ષના પ્રતીક તરીકે જોવાની વૃત્તિને પડકારે છે.
પ્રશ્ન : પુસ્તકનું શીર્ષક પોતે જ ધ્યાન ખેંચે છે. તમારા માટે “જીવનની પૂર્ણતા”નો અર્થ શું છે અને આ શબ્દ પુસ્તકનો મુખ્ય આધાર કેવી રીતે બન્યો ?
ક્રિસ્ટિના ધનુજા : મારી સમજ મુજબ અને પુસ્તકમાં જે રીતે તેની વ્યાખ્યા કરવામાં આવી છે તે પ્રમાણે, ‘જીવનની પૂર્ણતા’નો મૂળ અર્થ એ છે કે દલિત મહિલાઓને વ્યવસ્થાગત, સામૂહિક અને વ્યક્તિગત સ્તરે જીવન દ્વારા આપવામાં આવતી તમામ શક્યતાઓનો અનુભવ કરવાની તક મળે. આ માટે માત્ર પ્રતીકાત્મક સમાવેશ અને નામ પૂરતું પ્રતિનિધિત્વ પૂરતું નથી. વિવિધતા દર્શાવવા માટે દલિત મહિલાઓનો માત્ર ‘સમાવેશ’ કરવામાં આવે કે ‘પ્રતિનિધિત્વ’ આપવામાં આવે એટલું પૂરતું નથી. દલિત મહિલાઓની માત્ર સૌથી તાત્કાલિક જરૂરિયાતો, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરી થાય એટલું પણ યોગ્ય નથી. પૂર્ણતા માટે દલિત મહિલાઓ જે સામાજિક, રાજકીય, ભાવનાત્મક, આધ્યાત્મિક અને ભૌતિક પરિસ્થિતિઓમાં જીવે છે અને સહન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તેની સંપૂર્ણ પુનઃકલ્પના જરૂરી છે.પ્રશ્ન : પુસ્તકમાં આત્મકથાત્મક અનુભવોને સામાજિક વિશ્લેષણ સાથે જોડવામાં આવ્યા છે. તમે પુસ્તકનું આ માળખું કેવી રીતે નક્કી કર્યું ? તમારા પોતાના જીવન વિશે કેટલું લખવું તે નક્કી કરવામાં ક્યારેય મુશ્કેલી પડી ?ધનુજા : મારૂં રાજકીય લેખન હંમેશાં વ્યક્તિગત અનુભવોમાંથી જ આવ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં બંનેને અલગ પાડવા પણ મુશ્કેલ છે. આ સમયે તે કોઈ ખાસ આયોજન કરતાં મારી આદત બની ગયું છે. મારે જે કંઈ લખવું હતું તે લગભગ બધું જ મેં લખ્યું. થોડાં અંશો મેં કાઢી નાખ્યા હતા, પરંતુ તેનું કારણ જે લોકો વિશે હું લખતી હતી તેમની સુરક્ષા કરવી હતી. પુસ્તકનું માળખું નક્કી કરવું પણ મારા માટે સરળ હતું. છેલ્લા કેટલાંક વર્ષોથી હું ‘પૂર્ણતા’ના વિષય વિશે વિચારતી આવી છું અને જાતિ વિરોધી તથા નારીવાદી વ્યવહાર માટે તેને એક માળખા તરીકે તપાસવા માગતી હતી.પ્રશ્ન : પુસ્તક લખતી વખતે કઈ એવી વાર્તાઓ અથવા માન્યતાઓને પડકારવી સૌથી મુશ્કેલ હતી ?ધનુજા : દરેક અધ્યાયમાં કેટલીક ચોક્કસ માન્યતાઓને દર્શાવવાનો મેં પ્રયાસ કર્યો છે. પરંતુ સામાન્ય રીતે કહું તો, દલિત મહિલાઓના ‘પૂર્ણતા’ના અધિકારને કેન્દ્રમાં લાવતાં પહેલાં મને લોકપ્રિય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રચલિત તથા મર્યાદિત કરતી ચર્ચાઓના અનેક સ્તરો દૂર કરવા પડ્યા છે. ‘ઓળખ’ના અધ્યાયમાં પણ મને આંતર સંબંધની સાચી સંકલ્પના કરી હતી તે ફરીથી સ્થાપિત કરવી પડી અને પછી તેને જાતિના સંદર્ભમાં કેવી રીતે લાગુ કરી શકાય તે જોવું પડ્યું. આ વધારાના કામ માટે હું શિક્ષણવિદો, બૌદ્ધિકો અને લેખકો અને ખાસ કરીને સવર્ણ પૃષ્ઠભૂમિમાંથી લખનારાઓ દ્વારા થયેલા નુકસાનને જવાબદાર માનું છું.પ્રશ્ન : જ્યારે દલિત મહિલાઓને માત્ર દમન અથવા અડગતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે ત્યારે સમાજ શું ગુમાવે છે ?ધનુજા : મને લાગે છે કે માત્ર સામાન્ય સમાજ જ નહીં, પરંતુ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ સમાજે માનવી હોવાનો અર્થ જ કોઈક રીતે અલગ કરી નાખ્યો છે. જાતિ આપણી સૌથી મોટી વિભાજનરેખા છે. મારું પુસ્તક દલિત મહિલાઓ અને તેમના પૂર્ણતાના અધિકારને કેન્દ્રમાં રાખે છે, પરંતુ તે એ પણ વિશ્લેષણ કરે છે કે જાતિ આપણા સૌના જીવનને કેવી રીતે નકારાત્મક રીતે અસર કરે છે. આનંદ જેવી સરળ લાગણી વ્યક્તિની જાતિ અને લિંગના આધારે શા માટે વહેંચવામાં આવે છે ? અથવા ખોરાક, પ્રેમ અને બીજી દરેક બાબતમાં કહેવાતી ‘પસંદગીઓ’ દ્વારા જાતિ આધારિત માનસિકતા કેવી રીતે જાળવવામાં આવે છે. દલિત મહિલાઓ હોય કે ન હોય, જાતિ આધારિત સમાજ પહેલેથી જ ઘણું બધું ગુમાવી ચૂક્યો છે. જાતિ મૂળભૂત રીતે આનંદ વિરોધી છે. જાતિ આધારિત માનસિકતા સ્વતંત્રતા, પ્રેમ અને જીવનની કલ્પના કરી શકતી નથી અને તેથી આનંદની પણ કલ્પના કરી શકતી નથી. આથી જાતિ આધારિત સમાજોમાં આનંદ પોતે જ જાણે કોઈ વિશેષાધિકાર બની જાય છે.પ્રશ્ન : તમે શૈક્ષણિક ક્ષેત્રમાં દલિત મહિલાઓને ઘણી વખત માત્ર અભ્યાસના ‘વિષય’ તરીકે જોવાની ટીકા કરો છો. વિદ્વાનો, પત્રકારો અને કાર્યકરો જે રૂઢિને પડકારવાનો દાવો કરે છે, એ જ રૂઢિનું પુનઃઉત્પાદન ન કરે તે માટે શું કરી શકે ? જ્ઞાન સર્જનનું નૈતિક માળખું કેવું હોવું જોઈએ ?ધનુજા : આ બે અલગ પ્રશ્નો છે. મારું માનવું છે કે વિદ્વાનો, પત્રકારો અને લેખન તથા સંશોધન સાથે સંકળાયેલા દરેક વ્યક્તિએ પોતાની પ્રેરણાઓનું આત્મમંથન કરવું જોઈએ. તેઓ જે કરી રહ્યા છે તે શા માટે કરી રહ્યા છે ? નૈતિક રીતે જ્ઞાન સર્જવાના અનેક માર્ગો છે. હું દલિતો દ્વારા સર્જાયેલા જ્ઞાનના સર્જન અંગે લખું છું. હજુ પણ બૌદ્ધિકતાને ઉચ્ચ જાતિઓની મિલકત માનવામાં આવે છે.પ્રશ્ન : તમારૂં કાર્ય જાતિ-સમાનતા અંગેની સલાહકાર કામગીરી, પાયાના સ્તરની હિમાયત, સંશોધન અને લેખન છે. આ વિવિધ પ્રકારના અનુભવો એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે ?ધનુજા : આ તમામ ક્ષેત્રોમાં કોઈ ને કોઈ રીતે દલિત મહિલાઓ કેન્દ્રમાં છે. ‘ગ્લોબલ કેમ્પેઇન ફોર દલિત વુમન’માં અમારી ટીમનું મુખ્ય ધ્યાન આપણા તમામ સંસાધનોનો ઉપયોગ કરીને એવી દુનિયા બનાવવાનું છે, જ્યાં દલિત અને અન્ય જાતિથી હાંસિયામાં ધકેલાયેલી મહિલાઓ ગૌરવ, સુરક્ષા, તક અને ન્યાય મેળવવા માટે સ્વતંત્રપણે આગળ વધી શકે. ‘આંદોલનો’ના અધ્યાયમાં મેં આ અંગે વધુ વાત કરી છે. દલિત મહિલાઓનું કલ્યાણ જાતિ વિરોધી અને નારીવાદીઆંદોલનોના કેન્દ્રમાં હોવું જોઈએ.પ્રશ્ન : તમે ‘દલિત હિસ્ટરી મંથ’ અને ‘ગ્લોબલ કેમ્પેઇન ફોર દલિત વુમન’ જેવી પહેલો સાથે વર્ષો સુધી કામ કર્યું છે. શું આ સક્રિયતાના અનુભવોમાંથી જ દલિત વુમન એન્ડ ધ ફુલનેસ ઑફ લાઇફમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો જન્મ્યા હતા ?ધનુજા : ચોક્કસપણે. મારા પુસ્તકમાં મેં ‘દલિત હિસ્ટરી મંથ’ પ્રોજેક્ટ અને ‘ગ્લોબલ કેમ્પેઇન ફોર દલિત વુમન’ બંનેના કામનો ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં, ‘દલિત હિસ્ટરી મંથ’પ્રોજેક્ટને કારણે જ મેં મારા સમુદાયની મહિલાઓ અંગે મારી પોતાની માન્યતાઓ પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમને લગભગ હંમેશાં માનવી તરીકે નહીં પરંતુ રૂઢિચિત્રો તરીકે રજૂ કરવામાં આવે છે. હું મારી જાતને કાર્યકર તરીકે ઓળખાવતી નથી, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા અને વિશ્વભરની દલિત મહિલા કાર્યકર-નેતાઓ સાથેના મારા સંપર્કોએ મારા પુસ્તકના અનેક વિષયોને આકાર આપ્યો છેપ્રશ્ન : તમારી સક્રિયતાની સફર દરમિયાન તમને ક્યારે સમજાયું કે દલિત મહિલાઓ વિશેની ચર્ચાઓ ઘણી વખત ખૂબ જ મર્યાદિત પ્રકારની વાર્તાઓ સુધી સીમિત રહી જાય છે ધનુજા : હું કાર્યકર નથી અને મને નથી લાગતું કે હું ક્યારેય આ ઓળખ સાથે સંપૂર્ણ ન્યાય કરી શકું. પરંતુ દલિત મહિલાઓ વિશેની ચર્ચાઓ જોવા માટે કાર્યકર હોવું જરૂરી નથી. સિનેમાને લો. તેમાં દલિત મહિલાઓ ક્યાં છે ? તેઓ કોણ છે ? તેમને કેવી રીતે રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સમાચાર માધ્યમને જુઓ. તેઓ દલિત મહિલાઓની સફળતાની વાર્તાઓને કેવી રીતે રજૂ કરે છે ? શૈક્ષણિક ક્ષેત્રને જુઓ. જાતિમાં રસ ધરાવતા લગભગ દરેક ઉચ્ચ જાતિના સંશોધક દલિત મહિલાઓનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમને કાં તો ભોગ બનેલી વ્યક્તિઓ અથવા પરિવર્તન લાવતી અસાધારણ શક્તિઓ તરીકે રજૂ કરે છે ! જાતિને સમજવા માટે દલિત મહિલાઓને માત્ર અભ્યાસના વિષય તરીકે જ શા માટે જોવી જોઈએ?પ્રશ્ન : આ પુસ્તકમાં ‘પૂર્ણતા’ના વિચારની શોધ કર્યા પછી હવે તમારું લેખન શું છે ? તમારા આગામી પ્રોજેક્ટ્‌સ વિશે કંઈક જણાવશો ?
ધનુજા : હું હાલમાં બે નવા પુસ્તકો પર કામ કરી રહી છું, જેને યોગ્ય પ્રકાશકો સુધી પહોંચાડવાની આશા છે. એક પુસ્તક એ વાત પર છે કે જાતિ કાર્યસ્થળોને કેવી રીતે આકાર આપે છે અને બીજું દલિત ખ્રિસ્તી નારીવાદના જીવંત અનુભવો વિશે છે. કદાચ દલિત માતૃત્વ વિશે પણ કંઈક લખીશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts