સરકાર તૂટી પડવાથી ખીણમાં ઉત્સવનો માહોલ, લોકોએ કહ્યું : મહેબૂબા કેન્દ્રની કઠપૂતળી સમાન

(એજન્સી) શ્રીનગર, તા.ર૦
ભાજપ-પીડીપી ગઠબંધન સરકાર તૂટી પડવાથી ખીણના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં અનેક સ્થળોએ ઉજવણી પણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોમાં લાગણી હતી કે મહેબૂબા મુફ્તીએ પોતાની ખુરશી બચાવવા માટે કાશ્મીરના હિતોનો ભોગ આપ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ કેન્દ્રએ શેખ અબ્દુલ્લાહની સરકાર તોડી પાડી છે.
એક નાગરિકે કહ્યું કે, દિલ્હીના ઈશારે કામ થઈ રહ્યું હતું અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હતા. મહેબૂબા માત્ર કઠપૂતળી કે માઉથપીસ બની ચૂકી હતી. અન્ય એક વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યું કે પીડીપી સરકાર પાસે સમર્થન પરત ખેંચવાની ઘણી તક હતી. કઠુઆ કાંડ અને ખીણમાં નાગરિકોની હત્યા બાદ તેઓ સમર્થન પરત ખેંચી શક્યા હોત. લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
અપક્ષ ધારાસભ્ય ઈજનેર રશીદે ગઠબંધન સરકાર તૂટવા અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે આ પહેલાં શેખ અબ્દુલ્લાની સરકાર તોડી પાડી હતી. જે બાદ કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી હતી. આ વખતે ગઠબંધન તૂટવાથી લોકોમાં ખુશીનો માહોલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks