સરદારની જન્મજયંતી પર કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાને જ અંધારું

(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૩૧
આણંદ જિલ્લાનાં કરમસદ ગામમાં સરદાર પટેલની૧૪૩મી જન્મજયંતી પ્રસંગે નગરપાલિકાનાં ભાજપી શાસકો દ્વારા ગામમાં મહત્વનાં સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા,પરંતુ સરદારનાં નામે ચરી ખાતા ભાજપી શાસકો સરદાર પટેલનાં નિવાસ સ્થાને જ રોશની કરવાનું ભુલી ગયા કે પછી મોદીનાં પ્રેમમાં અંધ ભકત બનેલા ભાજપી નેતાઓએે સરદારનાં નિવાસ સ્થાને રોશની નહી કરીને સરદારનાં નામને ભુંસવાનો પ્રયાસ કર્યો,સરદાર જયંતીએજ સરદારનાં નિવાસ સ્થાને રોશની નહી કરાતા સરદાર પ્રેમીઓેમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છેે. મળતી વિગતો અનુસાર અખંડ ભારતનાં ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની૧૪૩મી જન્મ જયંતી પર ભાજપ દ્વારા રન ફોર યુનીટીનું આયોજન કરવામાં આવ્યું હતું,તેમજ સરદાર વલ્લભભાઈ પટેલનાં પૈતૃક ગામ કરમસદમાં નગરપાલિકાનાં ભાજપી શાસકો દ્વારા સમગ્ર ગામમાં મહત્વનાં સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા,બસ સ્ટેન્ડ સહીતનાં મહત્વનાં સ્થળો પર રંગબેેરંગી રોશની કરવામાં આવી હતી,તેમજ બસસ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા પર રંગબેરંગી પરદાઓ લગાવવામાં આવ્યા હતા.પરંતુ સરદારનાં નામે ચરી ખાતા નગરપાલિકાનાં ભાજપી શાસકો સરદાર પટેલનાં નિવાસ સ્થાનેજ રોશની કરવાનું ભુલી જતા સરદાર જયંતી પ્રસંગે જ સરદારનાં નિવાસ સ્થાને અંધકાર છવાયેલો જોવા મળતો હતો. સરદાર પટેલનાં નિવાસ સ્થાન સ્થિત સ્મારકને નિહાળવા ગુજરાત સહીત અનેક રાજયોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે,ત્યારે સરદાર જયંતી જેવા પ્રસંગેજ ભાજપ શાસીત નગરપાલિકા સરદારનાં નિવાસ સ્થાનને જ રોશનીથી શણગારવાનું ભુલી જતા સરદાર પ્રેમીઓમાં ઉગ્ર રોષ પ્રવર્તી ઉઠયો હતો. સરદાર જયંતી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા સરદારનાં નામને ભુંસવાનાં પ્રયાસનો કોંગ્રેેસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો,ત્યારે બીજી તરફ ભાજપી શાસકો દ્વારા સરદાર પટેલનાં નિવાસ સ્થાને રોશની નહી કરીને સરદાર પટેલને વિસારે પાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્રોશ ગ્રામજનો દ્વારા વ્યકત કરાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks