સરદાર સરોવરમાંથી પાણી છોડવા બાબતે અનોખું વિરોધ પ્રદર્શન કરાયું

(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.રર
ભરૂચ જિલ્લાના યાત્રાધામ અંગારેશ્વર, કબીરવડ, શુકલતીર્થ, ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરૂચ શહેર તેમજ નર્મદા નદીના કિનારા વિસ્તારમાં વસતા નર્મદા પ્રેમી ભાવિક ભક્તોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે નર્મદામાં પાણી છોડવા બાબતનું અનોખું આંદોલન કરી આવેદન પત્ર જીલ્લા કલેકટરને પાઠવ્યું હતું. ઢોલ-નગારા અને સંગીતના સાધનો સાથે નર્મદાપ્રેમી લોકોએ કલેક્ટર કચરીના પટાંગણમાં પ્રવેશી નર્મદાની ધુન ગાઇ કલેકટર ઓફિસમાં પ્રવેશી જિલ્લા કલેકટરને આવેદન સાથે ચૂંદડી અર્પણ કરી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા જ્યંતી પહેલાં નદીમાં પાણી છોડવાની માંગ ઉચ્ચારી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નર્મદામાં ઓછું પાણી હોવાના કારણે જિલ્લાના કિનારા લોકો ખાનગી મોટરો મૂકી ખેતીની સિંચાઇ કરે છે અને તેઓને પાણી દૂર જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે-સાથે યાત્રાધામ કબીર વડ ખાતે પણ ધંધો રોજગાર કરતાં લોકો બેરોજગાર થઇ ગયા છે. નદીમાં ઓછા પાણીના કારણે બોટસેવા બંધ થઇ છે જેના કારણે સ્થાનિક ગામના વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ અસર થવા પામી છે.
આગામી દિવસોમાં નર્મદા જયંતિ આવનાર હોય હાલ તો નર્મદા પ્રેમી લોકોએ ઢોલ નગારા સાથે નર્મદાની ધૂન ઉપર કલેકટર કચરીએ ધસી જઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધિત કરતું આવેદનપત્ર પાઠવી માં નર્મદામાં પાણી છોડવા બાબતે જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks