સરસીંડા રાજ (ચો) ગામ જાયે તો જાયે કહાં ? સંખેડા કે બોડેલી તાલુકામાં ?

(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.૧૦
બોડેલી તાલુકા અન સંખેડા તાલુકાની હદમાં આવેલ સરસીંડા રાજ (ચો) ગ્રામપંચાયતનો વિકાસ બે તાલુકાની હદને લઈને રૂંધાયો છે. જેવી ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ગામમાં કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરી વાળ્યો છે. ગ્રામજનો સરસીંડા રાજ (ચો) ગ્રામપંચાયતને બોડેલી તાલુકામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.
સંખેડા તાલુકામાંથી બોડેલી તાલુકાને અલગ કર્યે ચાર વર્ષથી વુધ સમય વિતી ગયો છે. પરંતુ બોડેલી તાલુકા અને સંખેડા તાલુકાની હદમાં આવેલ સરસીંડા રાજ (ચો) ગ્રામ પંચાયત ક્યાં તાલુકામાં છે તે તંત્ર નક્કી કરી શકયું નથી. આ ગ્રામ પંચાયતની હદમાં ચાર ગામો સરસીંડા રાજ, કમારપાટી, ગામડીઘોડા અને વડદલા રાજનો સમાવેશ થાય છે. આ ચારેય ગામ વચ્ચે માત્ર ચાર લાખ નાણાપંચની ગ્રાન્ટ બે છે. ગ્રાન્ટ માટે તેઓ સંખેડા તાલુકાની ઓફિસે જાય છે. તો ત્યાંથી તેઓને બોડેલી તાલુકા ઓફિસે મોકલે છે કે તમારી ગ્રામ પંચાયત બોડેલી તાલુકામાં આવે છે. જ્યારે બોડેલી તાલુકામાંથી તેઓને સંખેડા તાલુકામાં આવો છો તેમ કહી સંખેડા ધકેલે છે. આ બે તાલુકાની હદમાં આ જુથ ગ્રામપંચાયતને કોઈ ગ્રાન્ટ કે સહાય મળતી નથી. છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ બાળકોને આપવામાં આવે છે. જ્યારે આ સરસીંડા (ચો) ગામના બાળકો સંજીવની દૂધથી વંચિત છે. પંચાયતના આગેવાનોએ આ પ્રશ્ને ગાંધીનગર સુધી રજૂઆત કરતા ગાંધીનગરથી આ જૂથ ગ્રામપંચાયતને બોડેલી તાલુકામાં સમાવેશ કરવાનો હુકમ પણ થઈ ગયો છે. પરંતુ અધિકારીઓ હજુ સુધી આ જૂથ ગ્રામપંચાયતનો બોડેલી તાલુકામાં કેમ સમાવેશ કરતા નથી. જેને લઈ ગ્રામજનો રોષે ભરાઈ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ગામમાં બોર્ડ લગાવી કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોએ ગામ પ્રવેશ કરવો નહીં અને કોઈ પ્રવેશ કરશો અને કોઈ અઘટીત ઘટના ઘટશે તેની સંપૂર્ણ જવાબદારી તેની રહેશે જેવું બોર્ડ મારી ચૂંટણી બહિષ્કાર કરતા બે સંખેડા અને બોડેલી તાલુકામાં હોબાળો મચી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks