(એજન્સી) મુંબઈ, તા.૮
બૉલીવુડ સ્ટાર સલમાન ખાને પોતાના વાયદો પુરો કરવાનુ શરૂ કર્યુ છે. લૉકડાઉનના કારણે હાલ બૉલીવુડ અને ટીવી સીરિયલોના શૂટિંગ બંધ થઇ ગયા છે, આના કારણે અહીં હાજરોની સંખ્યામા રોજિંદા ધોરણે કામ કરતા કામદારોની હાલત ખાસ્તા થઇ ગઇ છે. હવે સલમાન ખાને આ લોકોને આર્થિક સહાય કરવાનુ શરૂ કરી દીધુ છે. સલમાને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ૧૬૦૦૦ મજૂરોને દરેકના ખાતમાં ૩૦૦૦ રૂપિયા જમા કરાવવાનુ શરૂ કરી દીધુ છે. આ રીતે બે દિવસ એટલે કે મંગળવાર અને બુધવાર સુધી દરેકને પૈસા મળી જશે, મજૂરોના ખાતામાં સલમાનને ૪.૮૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ વાતની જાણકારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)ના અધ્યક્ષ અશોક દુબેએ આપી હતી. ઉલ્લેખનીય છે કે FWICEએ સલમાન ખાન ફિલ્મ્સને ૨૫૦૦૦ મજૂરોના બેન્ક એકાઉન્ટ આપવાની વાત કરી હતી, પણ આમાંથી કેટલાકના બેન્ક ખાતાના હોવાથી લગભગ ૧૯૦૦૦ લોકોના બેન્ક ખાતા ફેડરેશન તરફથી મળ્યા ના હતા. ફેડરેશને સલમાન ખાનને આમાંથી ૩૦૦૦ લોકોને હાલ આર્થિક સહાયતા આપવાની ના પાડી હતી, કેમ કે આ લોકોને યશરાજ ફિલ્મ્સ તરફથી આર્થિક સહાયમાં ૫૦૦૦ રૂપિયા દરેક મજૂરોને આપવામાં આવ્યા છે. બાકીના ૧૬૦૦૦ લોકોને સલમાન ખાને આર્થિક સહાય આપી છે. સલમાન ખાને અગાઉ મજૂરો અને રોજિંદા ધોરણે કામ કરતા લોકોને મદદ કરવાની વાત કરી હતી, હવે તેને પોતાનો વાયદો પુરો કર્યો છે.