(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સાઉથ ગુજરાત સીએનજી એસોસિએશન દ્વારા કમિશન વધારવા અને નવી એકઝીટ પોલીસી આપવાની માંગ સાથે ગત તા.ર૩મી જુલાઇથી બે મુદ્દતી હડતાળ શરુ કરવામાં આવી હતી. આ હડતાળ ગતરોજ સમેટી લેવામાં આવતા સૌથી વધારે રીક્ષા ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રાબેત મુજબ પોતાના ધંધા ઉપર નીકળી ગયા હોવાનું જાણવા મળ ેછે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં એક લાખથી વધુ રિક્ષા છે. લાખો લોકો શહેરમાં રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ શહેરીજનો માટે રીક્ષા ટ્રાન્સપોર્ટેશનના માધ્યમને લઇને જીવાદોરી કરી શકાય તેને કોઇ ઇન્કાર નહી કરે. આ દરમિયાન કમિશન વધારવા અને નવી એક્ઝીટ પોલિસી આપવાની માંગ સાથે સાઉથ ગુજરાત સીએનજી ફ્રેન્ચાઇઝી અસોસિએશન દ્વારા ગત તા.૨૩મી જુલાઇથી બે મુદ્દતી હડતાળ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે હજારો રીક્ષા ચાલકોને રોજી રોટીનું સંકટ આવી ગયું હતું. હડતાળના કારણે જે પંપ ઉપર ગેસ વેચાણ ચાલુ હતું ત્યાં રીક્ષાઓની લાંબી કતારો જોવા મળી રહી હતી. તેમજ હડતાળના પગલે રેટલાક રીક્ષા ચાલકને ઘરે બેસી રહેવાની પણ નોબત આવી હતી. આ દરમિયાન એસોસિએશનની ગત રોજ ગુજરાત ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં હકારાત્મક માહોલ હતો અને અધિકારીઓએ સમાધાનના સ્વરૂપે તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. જેથી પાંચ દિવસ પછી હડતાળ સમેટાઇ હતી અને તમામ રીક્ષા ચાલકોએ રાહજની શ્વાસ લઇ પોતે પોતાના કામકાજમાં રાબેતા મુજબ લાગી ગયા હતા.