હિંમતનગર, તા.૧પ
સાબરકાંઠા જિલ્લાના ૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ઘરે ગયા હતા, જેમાં હિંમતનગરના ૪૯ વર્ષીય અમૃતભાઈ પ્રજાપતિ, ૬૧ વર્ષીય ગનીભાઈ શેખ, ૫૭ વર્ષીય વારીશુસેન આખુનજી, ૬૧ વર્ષીય કંકુબેન પટેલ, ૬૦ વર્ષીય રમેશભાઈ પટેલ, ૫૮ વર્ષીય રહેમનબીબી ભૂરાવાલા, ૪૭ વર્ષીય શકીલ અ. શેઠ, પ્રાંતિજના યસીર્શ બન્વા તેમજ ઈડરના ૪૮ વર્ષીય કમલેશ પટેલ, ૩૧ વર્ષીય અશ્વિન પટેલે કોરોનાને મ્હાત હતી. સાબરકાંઠા જિલ્લામાં રિપોર્ટ મુજબ નવા નવ કેસ સામે આવ્યા હતા જેમાં હિંમતનગર શહેરના દરિયાપાર્ક સોસયટીમાં ૩૦ વર્ષીય મહિલા, વ્હોરવાડમાં ૩૨ વર્ષીય યુવક, પોલો ગ્રાઉન્ડમાં ૭૨ વર્ષીય વૃદ્ધા અને ૫૨ વર્ષીય પુરૂષ, મદીના મસ્જિદ સ્ટ્રીટ વિસ્તારમાં ૭૫ વર્ષીય વૃદ્ધ, મદની સ્ટ્રીટ વિસ્તારમાં ૨૬ વર્ષીય યુવક, ભોલેશ્વરમાં ૫૨ વર્ષીય પુરૂષ, મુફભા મસ્જિદ નજીક ૭૨ વર્ષીય વૃદ્ધ તથા વડાલીના ૨૪ વર્ષીય યુવકનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં કોરોનાના સૌથી વધુ ૧૧૨ કેસ છે. પ્રાંતિજમાં ૬૪, ઈડરમાં ૩૧, તલોદમાં ૨૨, વડાલીમાં ૧૪, ખેડબ્રહ્મામાં ૧૨, વિજયનગરમાં ૯ અને પોશીના તાલુકામાં ૩ કેસ નોંધાયા છે, આમ જિલ્લામાં કોરોનાના ૨૬૭ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૮૭ દર્દી કોરોનામુક્ત થયા છે. જ્યારે ૭ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે, ૭૫ દર્દી સારવાર હેઠળ છે.