સિંહબાળની હત્યામાં શંકાસ્પદ આરોપીના મકાનમાંથી દેશી બંદૂક મળી આવી

ઉના,તા.ર૪
ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે જંગલ બોર્ડરને અડી આવેલ વાડીમાં રવિવારે પ્લાસ્ટીકની બેગમાં હત્યા કરેલ સિંહબાળનો મૃતદેહ મળી આવ્યા બાદ જશાધાર રેન્જના એ.સી.એફ. એન.જે. પરમાર આરએફઓ જે.જી.પંડ્યા સહિતા કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કરેલ અને વાડી માલીક અરજણભાઇ ગભાભાઇ બારૈયાના ઘર અને વાડીની તપાસ કરતા ૧ દેશી હાથે બનાવેલ બંધૂક સહિતના હથિયારો મળી આવેલ વનવિભાગએ એફએસએલની મદદ લઇ બનેલ ઘટના સ્થળેથી બાળ સિંહ હત્યા અંગેના પુરાવાઓ એકઠા કરી વનવિભાગના ૧૯૭૨ના કાયદાની કલમ ૯ સહિત વિવિધ કલમો હેઠળ કાગળો કરી વાડીના માલીક અરજણ ગભા બારૈયાની શોધખોળ આદરી હોય આ સિંહબાળની હત્યાનું પગેરૂ હાલ તો વાડી માલીકને શંકાસ્પદ ગણી તેની તરફ તપાસનો દોર ચલાવી રહ્યા છે. આ બાબતે જશાધાર રેન્જના આરએફઓ પંડ્યા તેમજ એસીએફ એન.જે પરમારે સમગ્ર ગીરબોર્ડર રેન્જમાં આરોપી ઉપર વનવિભાગનો સ્ટાફ વોચમા ગોઠવી દેવાયેલ છે. માલીક જ્યારે ગામ લોકો અને વાડીના માલીકનો પરીવાર પણ બાળસિંહના મોત અંગે મૈન સેવી રહ્યા છે. વનવિભાગે બાળસિંહના મૃતદેહનુ જશાધાર ખાતે આવેલ એનીમલકેર સેન્ટરમાં પીએમ કરેલ જેમા સિંહબાળની હત્યા થયેલ હોવાનું બહાર આવેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks