સિક્કાઓ સ્વીકારવા બેંકોનો ઈન્કાર : નાણામંત્રી જેટલીએ બેંકોને કડક સૂચના આપી સિક્કાઓ સ્વીકાર કરવા જણાવ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સરકારે શુક્રવારે જણાવ્યું કે બેંકો દ્વારા સિક્કાઓ નહિ સ્વીકારવાની ફરિયાદો મળ્યા પછી રિઝર્વ બેંકે ઘણી બેંકોને સૂચના આપી છે કે લેવડદેવડ માટે સિક્કાઓ સ્વીકારવામાં આવે. લોકસભામાં મોહમ્મદ સલીમના પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે રિઝર્વ બેંકે સૂચના આપી છે કે એમને લોકો પાસેથી અને અમુક સંગઠનો પાસેથી ફરિયાદો મળી છે કે બેંકો સિક્કાઓ સ્વીકારતી નથી. રિઝર્વ બેંકે બેંકોને સૂચનાઓ આપી છે કે બેંકોએ સિક્કાઓ સ્વીકારવા ઈન્કાર કરવો નહિ. રિઝર્વ બેંકે ક્ષેત્રીય કચેરીઓને નિર્દેશો આપ્યા છે કે એમના અધિકારક્ષેત્ર હેઠળ આવતી બેંકોની બધી જ શાખાઓને સિક્કાઓ સ્વીકારવાના નિર્દેશો આપે.
જેટલીએ કહ્યું રિઝર્વ બેંકે ક્ષેત્રીય કચેરીઓને સલાહ આપી છે કે એ લોકોની સગવડ માટે પોતાના કાઉન્ટરો ખોલે. જેટલીએ કહ્યું રિઝર્વ બેંકના આદેશ મુજબ લોકો બેંકની શાખાઓમાંથી સિક્કાઓ બદલી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks