સિક્કા પાસે આવેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

જામનગર,તા.ર૧
જામનગરના સિક્કા પાટિયા પાસે આવેલા ગોડાઉનમાંથી એલસીબીએ શંકાસ્પદ ફર્નેશ ઓઈલ તથા ડીજી ઓઈલનો જથ્થો પકડી પાડયો છે. તે સ્થળેથી ત્રણ શખ્સો પણ બે વાહનો સાથે મળી આવ્યા છે. એલસીબીએ શક પડતી મિલકત તરીકે ઉપરોક્ત ચીજવસ્તુઓ કબજે કરી તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટિયા પાસે એક ગેરેજની પાછળ ગોડાઉન ધરાવતા શખ્સ દ્વારા શંકાસ્પદ ફર્નેશ ઓઈલનું વેચાણ કરાતું હોવાની બાતમી એલસીબીના રામદેવસિંહ અને સ્ટાફ સિકકા પાટિયા નજીક લાડા હોટલ પાસેના ગેરેજ બાજુમાં ગોડાઉનમાં ત્રાટક્યો હતો.
એલસીબીએ ગોડાઉનની તલાશી લેતા બે બેરલમાં ભરેલું અઢીસો લીટર ફર્નેશ ઓઈલ, વીસ ટન ફર્નેશ ઓઈલ સાથેનું જીજે-૬-એટી ૬૮૨૯ નંબરનું ટેન્કર તેમજ જીજે-૧૦-ડબલ્યુ ૩૮૭૩ નંબરના રિક્ષા છકડામાંથી સાડા ચારસો લીટર ડીજી ઓઈલ સાંપડયું હતું. એલસીબીએ ટેન્કર, છકડો તેમજ ઓઈલનો જથ્થો મળી કુલ રૂા.૨૪,૮૧,૦૦૦નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે ઝબ્બે લઈ બશીર, ચીમન તેમજ સુરેશ ભારાઈની પૂછપરછ આરંભી છે. જેમાં બશીર સતારભાઈ નામનો શખ્સ રાજકોટના યુવરાજસિંહ રવુભા ચુડાસમા સાથે આ ધંધો કરતો હોવાની વિગતો મળી છે. એલસીબીએ તપાસને ઘનિષ્ઠ બનાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks