બાળકના પિતાનું માનવું છે કે, હુમલાખોરો બહારના હતા અને તેઓ આ વિસ્તારના રહેવાસી નહોતા
(એજન્સી) લખનૌ, તા.૨૭
લખનૌ શહેરમાં ૧૨ વર્ષના એક મુસ્લિમ છોકરાએ કેટલાક હિન્દુ પુરૂષો દ્વારા મંગાવવામાં આવેલી સિગારેટ લાવવાની ના પાડતા તેના માથા પર ‘કડા’ (લોખંડનું કડું) વડે પ્રહાર કરવામાં આવ્યો હતો.બડી કાલી મંદિર ચોકના રહેવાસી અબ્દુલ્લાહ પર એક ‘જાગરણ’ (ધાર્મિક કાર્યક્રમ) દરમિયાન થયેલા વિવાદ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે બાળકે સિગારેટ લાવવાની ના પાડી ત્યારે તેઓએ તેને ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું કહ્યું.તેને થપ્પડ મારવામાં આવી અને માથા પર પ્રહાર કરવામાં આવ્યો.અબ્દુલ્લાહે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને ઉતાવળમાં ઘરે પાછો ફર્યો પરંતુ તેણે જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયો. લગભગ ૨૦૦-૨૫૦ શ્રદ્ધાળુઓ તેનો પીછો કરતા તેના ઘર સુધી પહોંચ્યા અને કથિત રીતે તેના ઘર તેમજ નજીકની મસ્જિદ પર પથ્થરમારો કર્યો.પરિવારે પોતાની જાતને ઘરની અંદર બંધ કરી દીધી અને મદદ માટે ફોન કરવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે અબ્દુલ્લાહના કાકા ૩૩ વર્ષીય મોહમ્મદ સુફિયાન ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમનો ગુસ્સો તેમના પર ઉતાર્યો.‘તેમણે મને ઘેરી લીધો અને મારા પર હુમલો કર્યો. મારા માથામાં ઈજા થઈ હતી જેના માટે આઠ ટાંકા લેવા પડ્યા હતા,’ તેમ ર્હ્લંઈત્ન મીડિયા દ્વારા તેમના હવાલાથી જણાવવામાં આવ્યું છે.વિસ્તારમાં એકમાત્ર મુસ્લિમ પરિવાર : અબ્દુલ્લાહના પિતા મોહમ્મદ ઈરફાને કહ્યું કે, તેમનો પરિવાર આ વિસ્તારમાં એકમાત્ર મુસ્લિમ પરિવાર છે અને તેઓ વર્ષોથી સાંપ્રદાયિક સૌહાર્દ સાથે રહે છે. તેમનું માનવું છે કે, હુમલાખોરો તેમના વિસ્તારના નહોતા.‘અમે મસ્જિદની નજીક રહીએ છીએ. તાજેતરમાં કેટલાક બહારના લોકોએ દાવો કર્યો હતો કે, મસ્જિદ એક તોડી પાડવામાં આવેલા હિન્દુ મંદિર પર બાંધવામાં આવી છે. અમને ત્યાંથી કાઢી મૂકવા માટે સતત હેરાન કરવામાં આવે છે,’ ઈરફાને કહ્યું.અત્યાર સુધી કોઈ ધરપકડ નહીં : પોલીસે આશિષ, વિકાસ, અંશુ, મોહિત, આનંદ અને ઉમંગ તેમજ ૨૦૦ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.