સુદાની સેનાએ ઉત્તર કોર્ડોફાનના ૧૧ વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યાનું જણાવ્યું

 

(એજન્સી) તા.૧૮
સુદાની સેનાએ ગુરૂવારે જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળ ‘રેપિડ સપોર્ટ ફોર્સીસ’ (RSF) સાથેની લડાઈ બાદ તેણે ઉત્તર કોર્ડોફાન રાજ્યના ૧૧ વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું છે. એક નિવેદનમાં, સેનાએ આ વિસ્તારોની ઓળખ કાજમાર, શરશર, અલ-બુનિયા અલ-કરિનિયા, અલ-કુલૈઆત, અવલાદ હઝમા, મકૌલદાત, રિશાન, અલ-કાઆ, ઘાબત અલ-લકાદ, અલ-કુકાઈતી અને અલ-મઝરૂબની આસપાસના વિસ્તાર તરીકે કરી હતી. સેનાએ જણાવ્યું હતું કે RSF સાથેની તીવ્ર લડાઈ બાદ આ પ્રગતિ થઈ છે અને દારફુરના બાહ્ય વિસ્તારો તરફ પશ્ચિમ દિશામાં તેમના લડવૈયાઓનો પીછો કરતા પહેલાં અર્ધલશ્કરી દળને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો. સેનાએ એમ પણ કહ્યું કે તેણે ઉત્તર કોર્ડોફાનની રાજધાની ’એલ ઓબેદ’ની પશ્ચિમે આવેલા વિસ્તારોમાં વ્યાપક અભિયાનો હાથ ધર્યા હતા. તેણે કહ્યું કે પ્રદેશ પર સરકારી નિયંત્રણ પુનઃસ્થાપિત કરવા અને સુરક્ષા સુધારવાના અભિયાનના ભાગરૂપે લશ્કરી કામગીરી ચાલુ રહેશે. સેનાએ ઇજીહ્લને ‘આતંકવાદી મિલિશિયા’ (સશસ્ત્ર જૂથ) તરીકે વર્ણવ્યું હતું – એક એવી વ્યાખ્યા જેનો ઉપયોગ સેના દ્વારા કરવામાં આવે છે પરંતુ ઇજીહ્લ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે. ગુરૂવારે અગાઉ, લશ્કરી સૂત્રોએ ‘એનાદોલુ’ને જણાવ્યું હતું કે સેનાના દળોએ ઉત્તર અને દક્ષિણ કોર્ડોફાન બંનેમાં અનેક મોરચે પ્રગતિ કરી છે અને વધારાના વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યું છે. ૬ સપ્ટેમ્બરના રોજ, સેનાએ જાહેરાત કરી હતી કે તેણે ઉત્તર કોર્ડોફાનના જબરાત અલ-શેખ વિસ્તારમાં આવેલા ‘હમરાત અલ-વાઝ’ પર કબજો મેળવી લીધો છે. તાજેતરમાં નોંધાયેલી આ પ્રગતિ જુલાઈના અંતથી ઉત્તર કોર્ડોફાનમાં સેના દ્વારા કરવામાં આવેલા પ્રાદેશિક કબજાઓની શ્રેણીનો એક ભાગ છે; જેમાં બારા તથા જબરાત અલ-શેખ અને ઉમ્મ સૈયલાની આસપાસના વિસ્તારો પરના કબજાનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks