સુદાને માનવીય સહાય માટે ચાડ સાથેના ‘આદ્રે’ (Adre) સરહદી માર્ગને ૩ મહિના માટે ખુલ્લો રાખવાની મુદ્દત લંબાવી

 

(એજન્સી) તા.૧
સુદાને માનવીય સહાય માટે ચાડ સાથેના ‘આદ્રે’ સરહદી માર્ગને ખુલ્લો રાખવાની મુદ્દત ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવી છે.
સુદાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી માનવીય સહાય માટે આ સરહદી માર્ગને ખુલ્લો રાખવાની મુદત વધારાના ત્રણ મહિના માટે – એટલે કે ૧ ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી – લંબાવવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું કે, આ મુદ્દત-વધારો સમગ્ર સુદાનમાં અસરગ્રસ્ત નાગરિકો સુધી માનવીય સહાય પહોંચાડવાની પ્રક્રિયાને સરળ બનાવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય કાયદા-નિયમો અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાને અનુરૂપ રહીને, સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એજન્સીઓ તેમજ આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના સંકલન દ્વારા માનવીય સંસ્થાઓને કામગીરી કરવા માટે જરૂરી પરિસ્થિતિઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેણે ‘આદ્રે’ સરહદી માર્ગ પર દેખરેખની વ્યવસ્થાઓ અંગે સંયુક્ત રાષ્ટ્ર અને માનવીય સહયોગીઓ સાથેના સતત સહકારની પ્રશંસા પણ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય સહયોગીઓ આ માર્ગ પરની કામગીરીના આયોજનમાં મદદ કરવા માટે તમામ જરૂરી વહીવટી અને તક્‌નિકી વ્યવસ્થાઓ પૂર્ણ કરશે. મંત્રાલયે કહ્યું કે, આ સરહદી માર્ગને ખુલ્લો રાખવો એ આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવીય સહયોગીઓ સાથે રચનાત્મક સહકાર સાધવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks