સુપ્રીમ કોર્ટનો ચુકાદો : SC/ST કાયદાના દુરૂપયોગને અટકાવવાનો છે : જાતિઓ ઉપર થતાં સામાજિક- રાજકીય અત્યાચારોની અવગણના ચુકાદામાં દેખાય છે

(એજન્સી) તા.ર૩
જ્યારથી શિડ્યુલ્ડ કાસ્ટ/શિડયુલ્ડ ટ્રાઈબ્સ એક્ટ ૧૯૮૯નો અમલ શરૂ થયો છે ત્યારથી જ એના દુરૂપયોગની વાતો થઈ રહી છે.
ઉચ્ચ વર્ણની જાતિઓના લોકો આક્ષેપો કરતા રહે છે કે સ્થાપિત હિતો એમની સામે ખોટા અને બનાવટી કેસો દાખલ કરી પોતાના રાજકીય લક્ષ્યો પાર પાડે છે. જો કે ઉચ્ચ વર્ણના લોકોએ એના માટે ક્યારે પણ નક્કર પુરાવાઓ આપ્યા નથી. પણ ઉચ્ચ વર્ણના લોકો જે ર૦ વર્ષમાં મેળવવા નિષ્ફળ રહ્યા છે એમને સુપ્રીમ કોર્ટે ર૦મી માર્ચના રોજ ચુકાદો આપી રાજી કરી નાંખ્યા છે. સુપ્રીમ કોર્ટે આ કાયદા બાબત મહત્ત્વના દિશા-નિર્દેશો આપી કાયદાને નબળો બતાવ્યો છે. આગોતરા જમીનની જોગવાઈ, ફરિયાદ દાખલ થયા પછી ફરજિયાત તપાસ પછી જ ધરપકડ અને સરકારી નોકરીઓની સામે પગલાં લેવા ઉચ્ચ અધિકાર પાસેથી ફરજિયાત લેવાની થતી મંજૂરી વગેરે છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે એ બાબત ધ્યાનમાં નથી લીધી કે આ કાયદાનો અમલ પણ ખૂબ જ નબળી રીતે કરવામાં આવી રહ્યો છે. દલિત જાતિઓ ઉપર અત્યાચારો થાય છે અને પોલીસની સક્રિયતા આના માટે ઓછી છે. જેથી ગુનેગારોને સજા મળતી નથી. સરકારના આંકડાઓથી જ માહિતી મળે છે કે આ કાયદા હેઠળ સજા પામનારાઓની સંખ્યા ફક્ત ૧પ.૩ ટકા જ છે.
જજોએ ચુકાદામાં જણાવ્યું કે, કાયદાનો દુરૂપયોગ અટકાવવા માટે આ પ્રકારના નિર્દેશો આપવામાં આવી રહ્યા છે પણ જજોએ કોઈ પણ નક્કર આંકડાઓ નથી આપ્યા જેથી સાબિત થતું હોય કે કાયદાનો દુરૂપયોગ કરાયો હતો.
એમણે કહ્યું કે એનસીઆરબીના આંકડાઓ મુજબ ર૦૧૬ના વર્ષમાં પ૩૪૭ કેસો બનાવટી જણાયા હતા. પણ એમણે એ નહીં જણાવ્યું કે કુલ ૪૦૮૦૧ કેસો દાખલ થયા હતા જે દલિતો સામેના અત્યાચારોને લગતા હતા.
સરકારના સમાજ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે ર૦૧પના વર્ષમાં ૧પ૬૩૮ કેસોનો નિકાલ થયો હતો. એમાંથી ૧૧૦ર૪ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા, ૪૯પ કેસો પાછા ખેંચાયા હતા અને ૪૧૧૯ કેસોમાં સજા થઈ હતી.
સુપ્રીમ કોર્ટમાં જે કેસની સુનાવણી કરી રહી હતી એમાં પણ એમણે મહારાષ્ટ્ર પોલીસના નિવેદન બાબતે ધ્યાન આપ્યું નથી. મહારાષ્ટ્ર પોલીસે સરકારને જણાવ્યું હતું કે જે રીતે મરાઠાઓ દાવા કરે છે કે કાયદાનો દુરૂપયોગ થયો છે પણ અમને કોઈ દુરૂપયોગ દેખાતો નથી.
વધુમાં સુપ્રીમ કોર્ટે અર્થઘટન કર્યું છે કે વધુ પડતા આરોપીઓ નિર્દોષ છૂટે છે એનો અર્થ એ છે કે બનાટી કેસો કરવામાં આવે છે. જે રીતે બળાત્કાર, જાતિય સતામણી અને ઘરેલું હિંસામાં ૯ આરોપીઓ નિર્દોષ છૂટે છે એનો અર્થ એ નથી કે કેસો બનાવટી હોય છે.
ઘણા બધા કેસોમાં તપાસમાં ખામીઓ હોય છે. ફરિયાદ પક્ષ સાક્ષીઓ અને ફરિયાદોને ધમકીઓથી રક્ષણ નથી મળી શકતું જેથી એ ફરી જાય છે જેના લીધે પણ આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે એનો અર્થ કેસ બનાવટી છે એવું કહી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે તપાસ પહેલાં ધરપકડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે પણ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અવગણના કરી છે. એમણે લલિતાકુમારીના કેસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે એફઆઈઆર દાખલ થયા પછી તપાસ આવશ્યક રીતે થવી જોઈએ અને એ સાથે ધરપકડ પણ થવી જોઈએ.
પીઓએ કાયદાની કલમ ૧૮માં સ્પષ્ટ જોગવાઈ છે જે મુજબ આ કેસના આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવશે નહીં પણ સુપ્રીમ કોર્ટે આ જોગવાઈની ધરાર અવગણના કરી છે. જો આરોપીને તપાસ પહેલાં જ આગોતરા જામીન અપાય તો એ ચોક્કસ રીતે કેસને નબળો બનાવશે એમાં શંકા નથી.
સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોને મહત્ત્વ આપતી વેળાએ સમાજમાં ફેલાયેલ દલિતો સામેના અત્યાચારો તરફ ધ્યાન નથી આપ્યું જેને ધ્યાનમાં રાખીને જ સાંસદે કાયદો ઘડ્યો હતો. સરકાર પોતે પણ વિસંગતતાઓ ફેલાવી રહી છે. કોર્ટમાં પણ એમણે કહ્યું કે, જો આગોતરા જામીન આપવામાં આવે તો અમને વાંધો નથી.
એનસીઆરબીના આંકડાઓ જ દર્શાવે છે કે દલિતો અને પછાત જાતિઓ સામે થતા અત્યાચારોમાં વધારો થયો છે. જે વધારો ભાજપ શાસિત રાજ્યોમાં વધુ પ્રમાણમાં છે, આ પ્રકારના પુરાવાઓ હોવા છતાંય સુપ્રીમ કોર્ટે ઉચ્ચ જાતિઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે જે આશ્ચર્યજનક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks