નવી દિલ્હી, તા. ૨૩
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બુધવારે સીબીઆઇના વિશેષ નિર્દેશક રાકેશ આસ્થાનાની પહેલાથી જ શંકાસ્પદ નિયુક્તિને લઇ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તુત તેમના વધારાના સોગંદનામામાં ભૂષણે કહ્યું છે કે, આસ્થાનાની આપખુદ રીતે સીબીઆઇના વિશેષ નિર્દેશક તરીકે નિયુક્તિ કરવી ગેરકાયદે છે અને આ નિયુક્તિ ન્યાયાલય દ્વારા નક્કી કરાયેલા માપદંડોને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ભૂષણે આસ્થાનાની નિયુક્તિને ગેરકાયદે ગણાવી હતી. તેમણે કહ્યું કે, આસ્થાનાનું નામ સ્ટર્લિંગ બાયોટેકની ડાયરીમાં છે જેની વિરૂદ્ધ સીબીઆઇએ પોતે જ ફરિયાદ નોંધી છે. બિન સરકારી સંગઠન કોમન કોઝ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં આસ્થાનાની નિમણૂંકને ગેરકાયદે અને મનમાની ગણાવી છે. સોગંદનામામાં ઘણા તથ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે અત્યારસુધી જાહેર થયા નથી. આમાં વિશેષ સીબીઆઇ નિર્દેશકનું જોડાણ સ્ટર્લિંગ બાયોટેક, સાંડેસરા ગ્રૂપ નામની કંપનીઓમાં સામેલ લોકોને જણાવાયું છે કે, જે પોતે જ પોતાની એજન્સી સીબીઆઇએ ખુલ્લી પાડી છે. તેના માલિકોના નંબર ૨૦૧૬માં આસ્થાનાની પુત્રીના લગ્નની પાર્ટીની યજમાની કરી હતી. આશ્ચર્યજનક ખુલાસા : ભૂષણના સોગંદનામામાં દાવો કરાયો છે કે, તાત્કાલિક અરજી દાખલ થયા બાદ કેટલીક અન્ય મહત્વપૂર્ણ જાણકારી તેમની પાસેથી મળી આવી છે. તેઓ ઇચ્છે છે કે, અદાલત વિચાર વિમર્શમાટે આ રેકોર્ડને નોંધે જેનાથી ઉઠાવેલા મુદ્દા પર કોઇ અસર ન પડી શકે અને અરજીમાં ઉઠાવાયેલા સવાલોને આગળ વધારી શકાય. વકીલ પ્રશાંત ભૂષણના માધ્યમથી દાખલ અરજીમાં અદાલતને અપીલ કરાઇ છે કે, સરકાર આસ્થાનાની પસંદગી અને નિયુક્તિ સાથે સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા માટેકહેવામાં આવ્યું છે. આમાં જણાવ્યું છે કે, અરજકર્તાએ આસ્થાનાની વિશેષ નિર્દેશકની સીબીઆઇની નિયુક્તિને લઇ વિરોધ કર્યો છે. કેમકે તેમનું નામ ૨૦૧૧ ડાયરીમાં સામેલ હતું જે ૨૮મી જુન ૨૦૧૧ના રોજ સ્ટર્લિંગ બાયોટેક અને સાંડેસરા ગ્રૂપ ઓફ કંપનીઝ પર દરોડા દરમિયાન આવકવેરા વિભાગને જપ્ત કરી હતી. ૨૦૧૧માં સ્ટર્લિંગ બાયોટેકના ઠેકાણાઓ પર આઇટી વિભાગેે દરોડા પાડ્યા હતા તે દરમિયાન ડાયરી હાથ લાગી હતી. બાદમાં આઇટી વિભાગે પોતાની તપાસ દ્વારા ડાયરીમાં નોંધાયેલી જાણકારીઓની પુષ્ટી કરી અને તે યોગ્ય જાણવા મળી છે. અરજીમાં જાણવા મળ્યું છે કે, આ સંબંધમાં સીબીઆઇએ પહેલા જ તારીખ ૩૦-૦૮-૨૦૧૭ અને ૨૫-૧૦-૨૦૧૭ના રોજ ફરિયાદ નોંધાઇ હતી જે તેમાં સામેલ આઇટી વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ સ્ટર્લિંગ બાયોટેક, સાંડેસરા ગ્રૂપ, તેમના સીએ અને અન્ય સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ તથા માલિકો વિરૂદ્ધ હતી. ૩૦-૦૮-૨૦૧૭ની ફરિયાદ અનુસાર જપ્ત કરાયેલા દસ્તાવેજોથીજાણવા મળે છે કે, સાંડેસરા ગ્રૂપ જાહેર કર્મચારીઓ સહિત અન્ય લોકોને નાણાની લેણ-દેણ અને સુવિધાઓ મેળવવા માટે કરતા હતા. આઇટી વિભાગ દ્વારા રજૂ કરાયેલા પુરાવામાં ત્રણ આઇએએસ અધિકારીઓ સહિત વિવિધ સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર જાણવા મળે છે. ભૂષણે દાખલ કરેલા સોગંદનામામાં કરાયેલા ખુલાસામાંથી એકમાં જણાવ્યું છે કે, સીબીઆઇના વિશેષ નિર્દેશકના પુત્ર અંકુશ આસ્થાના ૨૦૧૦ અને ૨૦૧૨ વચ્ચે સહાયક મેનેજરના રૂપમાં સ્ટર્લિંગ બાયોટેકના એક કર્મચારી તરીકે કામ કરતા હતા. સીબીઆઇની ફરિયાદ પ્રમાણે કંપની વિવિધ વ્યક્તિઓના કામ કાઢવા માટે મોટી રકમ આપવા લાગી હતી અને તેણે ઘણી બિનવિદેશી સંસ્થાઓ અને ભારતમાં બેનામી કંપનીઓ માટે ગેરકાયદે સંચાલન તરીકે માર્ગ ખોલ્યા હતા. તેમાં વધુમાં જણાવાયું છે કે, ૨૦૧૧માં જપ્ત કરાયેલી હસ્તલિખિત ડાયરીમાં સ્ટર્લિંગ બાયોટેક દ્વારા ચુકવેલી રકમની વિગતો સાથે આસ્થાનાના નામનો ઉલ્લેખ મળે છે. જ્યારે માહિતી જણાવે છે કે, આ સમયગાળામાં ૨૦૧૦ અને ૨૦૧૨ વચ્ચે સ્ટર્લિંગ બાયોટેકમાં રાકેશ આસ્થાનાના પુત્ર અંકુશ આસ્થાના સહાયક મેનેજર હતા. અહીંથી જાણવા મળે છે કે, વિશેષ સીબીઆઇ ડાયરેક્ટર ભ્રષ્ટાચારી કંપની સાથે ઘેરો નાતો ધરાવતા હતા. ભૂષણે સ્ટર્લિંગ બાયોટેક સાથે જુનિયર આસ્થાનાના રોજગાર પરક ઇતિહાસના પોતાના દાવાને સાબિત કરવા માટે બે વ્યવસાયિક નેટવર્કિંગ સાઇટ લિંકેડિન અને બાયેટના પ્રોફાઇલ પણ જોડી છે. આરોપ લગાવાયો છે કે, પાછલા વર્ષે નવેમ્બરમાં વડોદરાના લક્ષ્મી નિવાસ પેલેસમાં આસ્થાનાની પુત્રી માટે એક ભવ્ય લગ્ની યજમાની સાંડેસરાએ કરી હતી. પાર્ટીમાં એક સ્થાનિક રિપોર્ટનો હવાલો આપતા કહેવાયું છે. સોગંદનામામાં કહેવાયું છે કે આસ્થાના વડોદરાની એક જિમમાં સ્ટર્લિંગ ગ્રૂપના એક ચેરમેન ચેતન સાંડેસરાના સંપર્કમાં આવ્યા હતા જ્યાં બંને નિયમિત રીતે આવતા હતા. સોંગદનામામાં જોડાયેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર સાંડેસરા સાથે પોતાના સારા સંબંધ જાળવી રાખતા આસ્થાના સાથે વાત કરવા માટે જિમમાં વધુ સમયનો ઉપયોગ કરતા હતા. ગુજરાતના સમાચારમાં પ્રકાશિત રિપોર્ટમાં એમ પણ પુછવામાં આવ્યું હતું કે, કેમ આસ્થાનાએ વડોદરામાં પોતાની પુત્રી માટે લગ્નની યજમાની કરવાનો નિર્ણય લીધો જ્યારે તેઓ તો દિલ્હીમાં તૈનાત હતા.