સુરતના કોટસફીલ રોડ ઉપર ઝાડ તૂટતાં ચાર રિક્ષાઓને નુકસાન

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
સુરતના નવસારી બજાર નજીકના કોટસફીલ રોડ પરની ડીકેએમ હોસ્પિટલ સામે ઝાડ તૂટતાં ૪ રિક્ષાઓ દબાઈ ગઇ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તેમણે સ્થળ પર પહોંચી કામગીરી પૂર્ણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારેડ સાડા દસ વાગ્યાના સુમારે નવસારી બજાર ડીકેએમ હોસ્પિટલ પાસે અચાનક એક ઝાડ તૂટી પડયું હતું. ઝાડની આસપાસ ઊભેલી ચાર રિક્ષાઓ દબાઈ ગઇ હતી. સદનસીબે રિક્ષામાં કોઇ પેસેન્જર ન હોવાથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી. તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝાડની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. રિક્ષા નં. જીજે-૫-જીડબલ્યુ-૨૮૯૨, જીજે૫-ટીટી-૧૫૫૨, જીજે-૫-ટીટી-૬૧૪૪ અને જીજે-૬-વીબી-૩૯૦૧ના હુડ ઉપર ઝાડ પડવાથી હુડ અને બોનેટને નુકસાન થયું છે તે સિવાય અન્ય કોઈ જાનહાનિ થઇ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks