સુરતના ત્રણ વિસ્તારમાં મોબાઈલ ફોન ચોર ટોળકીનો આતંક : ચાર મોબાઈલ લઈને ફરાર

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના મહિધરપુરા સલાબતપુરા અને લાલગેટ વિસ્તારોમાં મોબાઈલ ફોન ચોર ટોળકીએ આતંક મચાવી નજર ચૂકવીને ચાર મોબાઈલ ફોન છીનવીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ જુદા જુદા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહિધરપુરા મોતી ટોકીઝ ત્રણ રસ્તા પાસે કિશોર ફાલુદા પાસેથી રીક્ષામાં બેસીને પસાર થતા નિલેશ ધનસુખલાલ કાપડીયાની નજર ચૂકવી ધક્કા મુક્કી કરીને રૂ.૬ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરીને ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે સલાબતપુરા વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરીના બે બનાવો બન્યા હતા. મહિધરપુરા મોટી શેરીમાં રહેતાં ભ્રાંતિક બેચરભાઈ પટેલ કે જેઓ ગ્રાફિક ડીઝાઈનનું કામ કરે છે. તેમની મોટર સાયકલ સાથે અથડાઈ ગાળા ગાળી કરી તેમના શર્ટના ગજવામાંથી છ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ૩૫ વર્ષનો અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. કમેલા દરવાજા ઓવરબ્રીજ પર સૈયદ વસીમ સૈયદ રૂસ્તમના હાથમાંથી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો આઠ હજારની કિંમતનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે મુગલીસરા એસએમસી ઓફિસ પાસેથી રીક્ષામાં બેસી રવિભાઈ યશવંતભાઈ ઉત્તેકર પસાર થતા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા ત્રણ અજાણ્યા ઈસમોએ નજર ચૂકવી પેન્ટના ગજવામાંથી પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks