સુરત,તા.૧૩
સુરતની જરીવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થી નોમાન સૈયદે રાજયસ્તરની પાવર લિફિટંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સુરતની એમ.ટી. જરીવાલા હાઈસ્કૂલ સાથે પરિવાર તથા કુટુંબનું ગૌરવ વધાર્યું છે. સુરત શહેરની એમ.ટી. જરીવાલા હાઈસ્કૂલ (નોન-ગ્રાન્ટેડ) અંગ્રેજી માધ્યમના ધોરણ ૧ર કોમર્સના વિદ્યાર્થી નોમાન અહેમદ સૈયદે સુરત ખાતે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં યોજાયેલ રાજય કક્ષાની પાવર લિફિટંગ સ્પર્ધામાં પ૩ કિ.ગ્રા. સબ જુનિયર કલાસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલની સિદ્ધિ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય પ્રતિકભાઈ પારેખ તથા સંસ્થાના માનદ મંત્રી ઝવારેહ વાડીયાએ વિદ્યાર્થી નોમાનને અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના શિક્ષકોએ પણ અભિનંદન આપ્યા હતા.
Facebook
0
Twitter
0