પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર કાઢ્યા : બોમ્બ ડિટેકટર સ્કોવોડ તેમજ ફાયરની ટીમો ઘટનાસ્થળે : તપાસ હાથ ધરી

અમદાવાદ, તા.૯
સુરતમાં આવેલા સૌથી મોટા વી આર મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતા સુરત પોલીસ એકશન મોડમાં આવી છે અને મોલ પોલીસે ખાલી કરાવ્યો છે. વાત લોકોને જાણ થતાં લોકોમાં નાસભાગ મચી હતી. ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સુરતમાં આવેલ વી આર મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકી ભર્યો મેઇલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, ર્જીંય્, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મેઇલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોલની અંદર બહાર નીકળવા માટે લોકોમાં નાસભાગ મચી હોય એવા દૃશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. એમા લખ્યુ હતું કે, આ મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઢ્યા છે. ક્રાઈમ બ્રાન્સ, ર્જીંય્, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. ફઇ મોલમાં નોકરી કરતા એક યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે ગભરાઈ જવાયું હતુ પછી જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, ૧૦-૧૫ મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. બે હજાર જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યો છે.
હાલ ફઇ મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે જે પ્રકારના સાધનો હોય છે તે પ્રકારના તમામ સાધનો અહીં લાવવામાં આવ્યા છે. બોમ્બ ડિટેક્ટર સ્કોડની ત્રણ ટીમ અંદર તપાસ કરી રહી છે.