સુરતના સરથાણા વિસ્તારમાં લારીઓ-ટાયરો સળગાવી હંગામો મચાવનારા ૧૩૦૦થી વધુ ટોળા સામે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
નાણાંની અછત અને જમવાની અપુરતી વ્યવસ્થાના કારણે પાછલા ૧૮ દિવસથી બેઠેલા પરપ્રાંતિય મજૂરોની સહન ક્ષમતા ખુટી હતી અને સુરતના સરથાણા વિસ્તારના ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝના મજૂરો રસ્તા ઉપર ઉતરી આવી પોતાને જમવાની વ્યવસ્થા કરી આપે અને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપે તેવી માંગણી સાથે ભારે તોફાન મચાવ્યું હતું. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો જેમને ૧૩૦૦ થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી ૮૧ જણાની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉનની સ્થિતિમાં કામ બંધ હોવાથી કંટાળેલા શ્રમિકોએ વતન જવા માટે ગતરોજ સરથાણા ખાતે તોફાન મચાવ્યું હતું. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવતા ડાયમંડ નગર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંટાળેલા શ્રમિકોએ લારીઓ અને ટાયરો સળગાવી દીધા હતાં. જેથી પોલીસે રાત્રે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ૧૩૦૦ થી વધુ ના ટોળા સામે ગુનો દાખલ કરી ૮૧ જેટલા ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ડાયમંડનગર વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આરએએફની ફ્‌લેગ માર્ચ યોજાઈ હતી. સાથે ઉડિયાભાષામાં પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.
સુરતમાં રહેતા આ મજૂરોએ શરૂઆતમાં લોકડાઉનનું પાલન કર્યું અને પોતાના ઘરમાં જ રહ્યા. પરંતુ હવે તેમનો આરોપ છે કે, તેમને સેલરી નથી મળી રહી. તેમની પાસે અનાજ લાવવાના પણ પૈસા પૂરા થઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks