સુરતની ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનું સન્માન

સુરત,તા.૧૦
અમદાવાદ ખાતે તાજેતરમાં સીમ્સ (CIMS) હોસ્પિટલ દ્વારા ઓર્ગેન ડોનર પરિવારો અને હૃદયદાન મેળવનાર તેમજ ગુજરાતમાં અંગદાન જાગૃતિ માટે કાર્ય કરનાર વિવિધ સામાજિ સંગઠનોના સન્માનનો કાર્યકમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાખવામાં આવ્યો હતો.
સને ૨૦૦૫ થી સુરતમાં ઓર્ગન ડોનેશન અંગેના જનજાગૃતિના કાર્યની શરૂઆત કરનાર અને ધીમે ધીમે સમગ્ર ગુજરાત અને દેશમાં અંગદાન જાગૃતિની આહલેક જગાડનાર ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ શ્રી નીલેશ માંડલેવાલાનું અંગદાનના ક્ષેત્રમાં યોગદાન બદલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી નીલેશ માંડલેવાલા અને તેમની સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૨૩૬ કિડની, ૯૫ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૬ હૃદય અને ૧૯૮ ચક્ષુઓનો દાન કરાવીને આપણા દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના ૫૪૮ વ્યક્તિઓને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks