સુરતમાં ઘરે-ઘરે જનજાગૃતિ અભિયાન જેવી વિવિધ કામગીરી કરવામાં આવી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩
સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી મેલેરિયા સર્વેલન્સ, ડોર ટુ ડોર ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, એન્ટીલાર્વલ, ફોગિંગ, ટાયરો, કારબા, પીપડા તેમજ બિનવપરાશી કાટમાળનો નિકાલ, વહીવટી ખર્ચની વસુલાત, આરોગ્ય રક્ષણ સંબંધી નોટિસ ઇસ્યુ કરવી તેમજ જનજાગૃતિ અભિયાન જેવી વિવિધ કામગીરી કરવામાં આવેલ છે. પાલિકાનાં વીબીડીસી વિભાગ દ્વારા ગતરોજ રાંદેર ઝોનમાં પાલનપુર ગામમાં ફાયર સ્ટેશનની સામે ખુલ્લા પ્લોટમાં પાણી ભરાવો જોવા મળતા વહીવટી ખર્ચ પેટે રૂ.૫૦૦૦ વસૂલવામાં આવેલ હતા અને કોઝવે રોડ પર રોયલ રેસીડેન્સીની સામે ટાયરનું ગોડાઉનશ્વમાં ટાયરમાં પાણી જાવા મળતા રૂ.૧૧૦૦૦ વહીવટી ખર્ચ પેટે વસૂલવામાં આવેલ હતા. તેમજ કોઝવે રોડ પર ભંગારવાળા ગોડાઉનમાં પાણી ભરાવાના લીધે રૂ.૧૦૦૦ વહીવટી ખર્ચ પેટે વસૂલવામાં આવેલ હતા તથા પાલમાં આવેલ રેસ્ટોરન્ટમાં મચ્છરજન્ય પરિસ્થિતિ માટે રૂ.૩૦૦૦ પેટે વસૂલવામાં આવેલ હતા. અઠવા ઝોનમાં યુપી નગર, હળપતિવાસ, પ્રજ્ઞાનગર, ઈન્દિરાનગર, ગજ્જરવાડી, નિર્મળનગર, શિવનંદન વગેરે વિસ્તારમાં ૭૨૨૦ ઘરમાં ૧૯૫૩૮ સ્પોર્ટ સર્વે કરતા ૬૭ બ્રીડિંગ મળેલ હતા. તેમજ ૫૧ નોટીસ આપવામાં આવેલ હતી અને ૧૩ ઈસમો પાસેથી રૂ.૩૦૦૦૦ વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો. નોર્થઝોનમાં જીલાની બ્રીજ, લંકાવિજય ઓવારો, જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં પાણી ભરાવાને લીધે ૧૫ ઈસમોને નોટીસ આપવામાં આવેલ તથા રૂ.૭૧૫૦ વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks