સુરતમાં ચોરાયેલ-ર૦ મોબાઈલ અને સોનાની ચેઈન સાથે આરોપી ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.પ
સુરત એલસીબી પોલીસે બાતમીના આધારે ચોરીના એક મોબાઈલ સાથે કામરેઝમાંથી ઝડપેલા યુવક પાસેથી ચોરીના કુલ ૧૯ મોબાઈલ તથા બે સોનાની ચેઈન મળી કુલ રૂા.૧.૮૫ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે યુવકની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કામરેજના ઉભેળ ગામાના પાટિયા પાસે એક યુવક શંકાસ્પદ રીતે ફરી રહ્યો છે અને તેની પાસે મોબાઈલ છે. તે લોકોને મોબાઈલ વેચવાની વેતરણમાં છે. જે બાતમીના આધારે પોલીસે ઉભેળ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી વિજય ઉર્ફે વિષ્ણુ ભીરાવ બહારે (રહે. જોલવા, આરાધના ડ્રિમ સોસાયટી, પલસાણા)નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. પાલીસે તેની પાસેની થેલીની તલાશી લેતા તેમાંથી ૧૯ મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલના બીલો માંગી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને મોબાઈલ ચોરીનો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી સોનાની બે ચેન પણ મળી આવી હતી. પોલીસે ચેઈનની પણ પૂછપરછ કરતા તે પણ ચોરીની હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વિજયની ધરપકડ કરી ૧૯ મોબાઈલ, બે સોનાની ચેઈન મળી કુલ ૧.૫૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks