સુરતમાં ધોળા દા’ડે રૂા.૧૦ લાખની કિંમતના હીરાની લૂંટથી ચકચાર

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરત શહેરમાં ગુનાખોરી વકરતી જાય છે. દિન દહાડે લૂંટફાટના બનાવો વધતા જાય છે. આજે સવારે લાલદરવાજા ગોટાલાવાડી રોડ ઉપર આંગણીયા પેઢીના કર્મચારીને આંતરીને રૂપિયા ૧૦ લાખથી વધુની કિંમતના હીરાની લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કારમાં આવેલા ચાર અજાણ્યા લૂંટારૂની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ જયંતિલાલ અંબાલાલ આંગડીયા પેઢીનો કર્મચારી બ્રિજેશ આજે સવારે પોતાની એક્ટિવા ગાડી ઉપર માલની ડિલીવરી આપવા નીકળ્યો હતો. ત્યારે લાલદરવાજા ગોટાલાવાડી રોડ મૂતરડી નજીક અચાનક કારમાં ધસી આવેલા ચાર અજાણ્યા વ્યક્તિએ એક્ટીવાને ટક્કર મારી પાડી દઈ બ્રિજેશ પાસેનો થેલો આંચકીને પલકવારમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ચોક, કતારગામ, મહિધરપુરા પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. આ ઘટના ચોક પોલીસ મથકની હદમાં બનતા ચોક પોલીસે આંગડીયા પેઢીનો કર્મચારી બ્રિજેશની ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. દરમિયાન આ થેલામાં રૂપિયા ૧૦ લાખથી વધુ કિંમતના હીરા હતા. ચોક પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસી રહી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks